ભુજમાં ધો. ૧૨ પછી અમદાવાદ જવા ન ઈચ્છતી યુવતીનો આપઘાત
ભુજ,ગુરૃવારભુજ શહેરના પ્રમુખસ્વામિનગરમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી યશ્વી ધર્મેન્દ્ર વ્યાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ૧૮ વર્ષિય યશ્વીએ બારમું ધોરણ પાસ કર્યું હતું. વધુ અભ્યાસ માટે અમદાવાદ જવાની હતી. પરિણામ બાદ પ્રવેશ માટે યશ્વી અમદાવાદ જઈ આવી હતી પરંતુ અમદાવાદાથી પરત ભુજ આવ્યા બાદ એકાએક તેણીએ પોતાને ઘેર રૃમમાં ફાંસો ખાઈ લીધો હતો. તે સમયે તેણીના માતા અને મામી ઘરે હતા પણ બીજા રૃમમાં હોઈ તેમણે સવારે યશ્વીને ઉઠાડવા દરવાજો ખોલ્યો હતો પણ ખુલ્યો નહોતો. જેમ તેમ કરી રૃમ ખોલતા અંદર યશ્વી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. યશ્વીના પિતાનું બે વર્ષે કેન્સરની બિમારીથી મૃત્યુ થયુ હતુ. આ બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.