સેલ્ફીના મોહમાં જીવ ગયો:યુવક રીલ બનાવવા ઝરણામાં ઊતર્યો ને 150 ફૂટ નીચે પડ્યો; મિત્રો સાથે પિકનિકમાં ગયો હતો, પાણીના ભારે વહેણમાં તણાયો, VIDEO - At This Time

સેલ્ફીના મોહમાં જીવ ગયો:યુવક રીલ બનાવવા ઝરણામાં ઊતર્યો ને 150 ફૂટ નીચે પડ્યો; મિત્રો સાથે પિકનિકમાં ગયો હતો, પાણીના ભારે વહેણમાં તણાયો, VIDEO


સેલ્ફી લેવા અને રીલ બનાવવા પાણીના ભારે પ્રવાહ વચ્ચે ઝરણામાં ઊતરેલો એક યુવક ધોધમાંથી 150 ફૂટ નીચે પડ્યો હતો. યુવક મિત્રો સાથે પિકનિક મનાવવા માટે આવ્યો હતો. પાણીના પ્રવાહમાં તેનો પગ લપસી ગયો. જીવ બચાવવા યુવકે સેફ્ટી સાંકળ પણ પકડી લીધી હતી. મિત્રોએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાણીનું વહેણ તેજ હોવાના કારણે હાથમાંથી સાંકળ છૂટી જતાં તે ધોધની સાથે નીચે પડી ગયો હતો. ભીલવાડાના બિજોલિયામાં મેનાલ ઝરણા ખાતે સોમવારે બપોરે 12 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ભવાની નગર, ભીલવાડાના રહેવાસી કન્હૈયાલાલ બૈરવા (26) તેના 17 વર્ષીય મિત્ર અક્ષિત ધોબી સાથે પિકનિક મનાવવા માટે સોમવારે સવારે બાઇક પર મેનાલ પહોંચ્યા હતા. બંને શિલા પર પાણીમાં નહાતા હતા
બંને મિત્રો શિલા પર સ્નાન કરી રહ્યા હતા. કન્હૈયાલાલ સેલ્ફી લેવા અને રીલ બનાવવા માટે પાણીના ભારે પ્રવાહની વચ્ચે ગયો હતો. જ્યાં તેનો પગ લપસી ગયો હતો. વહેતા પાણીમાં તેણે સેફ્ટી સાંકળ પકડી લીધી હતી. મિત્ર અક્ષિત અને સ્થાનિક તરવૈયાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઝરણામાં પાણીના ભારે વહેણના કારણે યુવકે પોતાને બચાવવા માટે લગભગ પાંચ મિનિટ સુધી લડતો રહ્યો હતો અને અંતે તેના હાથમાંથી સાંકળ છૂટી ગઈ હતી. લગભગ 100 મીટર તણાઈ ગયા બાદ તે ધોધથી 150 ફૂટ નીચે પડ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા માટે લોખંડની સાંકળ લગાવવામાં આવી છે
બેંગુના મામલતદાર ધર્મેન્દ્ર સ્વામીએ કહ્યું- સુરક્ષા માટે મેનાલમાં બેરિકેડિંગ માટે લોખંડની સાંકળો લગાવવામાં આવી છે. સુરક્ષા માટે સૂત્રો લખવામાં આવ્યાં છે. કોઈ અકસ્માત ન થાય તે માટે પ્રશાસને તરવૈયાની ટીમ તહેનાત કરી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ છતાં લોકો નજર ચુકાવીને ભયજનક સ્થળે પહોંચી જાય છે. અકસ્માત દરમિયાન સ્થાનિક તરવૈયાએ યુવકને બચાવવાના ભારે પ્રયાસ કર્યા હતા, પરંતુ પાણીના તેજ પ્રવાહને કારણે તેણે પકડેલી સાંકળ પણ છૂટી ગઈ હતી. ASI મલ્ટિ ટાસ્કિંગ મેનલ ઈન્ચાર્જ મુકેશ પારીકે જણાવ્યું - SDRF ટીમે યુવકની શોધ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. ટીમના સભ્યો ધોધમાં નીચે ઊતરી ગયા છે. યુવક હજુ સુધી મળ્યો નથી. કન્હૈયાલાલ મજૂરીકામ કરતો હતો અને તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ અને તેની પત્ની છે. હાલ યુવકનાં પરિવારજનોને જાણ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.