સામતપર પ્રાથમિક શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ અને ઇકો ફ્રેન્ડલી રાખડીઓનો પ્રદર્શન કરવામાં આવ્યું - At This Time

સામતપર પ્રાથમિક શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ અને ઇકો ફ્રેન્ડલી રાખડીઓનો પ્રદર્શન કરવામાં આવ્યું


સાયલા ની સામતપર પ્રાથમિક શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ અને ઇકો ફ્રેન્ડલી રાખડીઓનો પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. શાળાના બાળકો પોતાની સર્જનાત્મકતાથી અવનવી રાખડીઓનું સર્જન કરે એવા શુભ ભાવ સાથે સાયલાના નવયુવાન અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરેલી રાખડીઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.. સાયલાના યુવાન અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા ઘરમાંથી જ પ્રાપ્ત થતી નકામી ચીજ વસ્તુઓને સુંદર રીતે આકાર આપી અને અવનવી રાખડીઓ બનાવી તેનો પ્રદર્શન બાળકોને કરાવ્યું હતું અને આ રાખડીઓ કેવી રીતે બનાવાય એનું પણ બાળકોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું... બાળકો દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શનને નિહાળવામાં આવ્યું હતું... અને બાળકોએ પણ અમે પણ આવી સુંદર મજાની રાખડીઓ બનાવીશું એવો નિશ્ચય જાહેર કર્યો હતો... સુંદર મજાના માર્ગદર્શન બદલ શાળા પરિવાર વતી અશ્વિનભાઈ ને સન્માનિત કરવામાં આવ્યા હતા...

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.