અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર પડેલા ખાડાનું યુધ્ધના ધોરણે સમારકામ શરૂ કરાવતું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર
હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીમાં ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ ઉપર ખાડા પડવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તાનું સમારકામ શરુ કરવામાં આવ્યું. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.