*વિરાવાડા ખાતે વન્યપ્રાણી દિવસની ઉજવણી કરાઇ
*વિરાવાડા ખાતે વન્યપ્રાણી દિવસની ઉજવણી કરાઇ*
*********
સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ ધ્વારા આયોજીત જીલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વિશ્વ વન્યપ્રાણી દિવસની ઉજવણી ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની અધ્યક્ષતામાં શ્રી સરસ્વતી એજયુકેશન સંસ્થા વિરાવાડા ખાતે કરવામાં આવી હતી. તારીખ ૦૨ ઓકટોમ્બર થી ૦૮ ઓકટોમ્બર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
વન સપ્તાહ દિવસની ઉજવણી નિમિત્તે વન વિભાગ દ્વારા નાટક થકી લોકોને વાઇલ્ડ લાઇફ અંગે સમજૂતી અપાઇ હતી. વન વિભાગ સ્ટાફ દ્વારા વેશભૂષા થકી લોકોને જણાવ્યું કે તમારા આસપાસ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ નજરે પડે તો તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરવી.
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૬ માં દિપડાની દસ સંખ્યા નોંધાઇ હતી .જે વધીને વર્ષ ૨૦૨૩ માં ૪૧ નોંધાઇ છે. જ્યારે વર્ષ ૨૦૨૨ની વસ્તી અંદાજે રીંછની ૩૦ જેટલી સંખ્યા નોંધાઇ છે.
આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી એચ.જે.ઠકકર, નાયબ વન સંરક્ષકશ્રી એસ.ડી.પટેલ, મદદનીશ વન સંરક્ષકશ્રી વી.આર.ચૌહાણ, રાયગઢ પરિક્ષેત્ર વન અધિકારીશ્રી એ.એમ.સિસોદીયા, સાબરકાંઠામાનદ વન્યપ્રાણી વોર્ડન શ્રી મયુરભાઇ રાઠોડ, એસોસીએટીવ પ્રોફેસર ર્ડા. નીશીત ધારૈયા રીંછ અને દિપડાના નિષ્ણાંતશ્રી, કરૂણા એબ્યુલન્સ ૧૯૬૨ ના પ્રોજેકટ મેનેજરશ્રી, સાબરકાંઠા વન વિભાગનાં RFO, વનપાલ, તેમજ વનરક્ષકો, બી.એડ કોલેજ સ્ટાફ, વિધાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
********************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.