મંગળવારે શહેરમાં માત્ર એક કેસ નોંધાયો, વાઇરલનો ઉપદ્રવ ઘટતા કેસમાં પણ ઘટાડો
રાજકોટમાં કોરોનાના સંક્રમણનું સદંતર ઘટાડો થયો જોવા મળી રહ્યો છે. જ્યાં મંગળવારે એકમાત્ર પોઝિટિવ કેસ નોંધાયો હતો. તેમજ 5 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 39 દર્દી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 65414 પર પહોંચી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી વાઇરલ તાવ-શરદીનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો હતો પણ હવે તે ક્રમશ: ઘટી રહ્યો છે. તેના કારણે પણ સંક્રમણ ઘટ્યાનું તારણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.