જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ


જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

જામનગર

જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ક્રેશ બેરિયર્સ, બ્લેક સ્પોટ નિવારણ, સીસીટીવી સર્વેલન્સ, સોલાર સ્ટ્રીટ લાઇટસ, પાર્કિંગ સ્પોટ, રોડ રિસરફેસિંગ, રોડ માર્કિંગ, જનજાગૃતિલક્ષી શિબિરના આયોજન- વગેરે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર બ્લેક સ્પોટ ધરાવતા માર્ગ પર ક્રેશ બેરિયર્સ, ફૂટ ઓવર બ્રિજ મુકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરટીઓ કચેરી સાથે સંલગ્ન તમામ કચેરીઓ માર્ગ સલામતી માટે કરાયેલ કામગીરીનો નિયમિત અહેવાલ રજૂ કરે તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં હાલમાં 16 જેટલા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. આ બધા બ્લેક સ્પોટવાળા વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે રમ્બલ સ્ટ્રિપ્સ, રોડ માર્કિંગ, રોડ પર વિવિધ સાઈનના બોર્ડ, હેઝર્ડ માર્કિંગ, રોડ રિસરફેસિંગ, સોલાર સ્ટર્ડસ, સોલાર સ્ટ્રીટ લાઈટસ, ગેપિંગ મીડીયમ, ન્યુ ઝીબ્રા ક્રોસિંગ માર્કિંગ- વગેરે તમામ જરૂરી કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ ખાસ સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં આવેલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આગળ વિવિધ સાઈન બોર્ડ મુકવાની કામગીરી, શાળાઓ આગળ પાર્કિંગ સ્પોટસ બનાવવા, ટ્રાફિક મેનેજમેન્ટ, શાળા કોલેજોમાં માર્ગ સલામતીના કાયદાઓ અંગે જાગૃતિલક્ષી સેમિનારનું આયોજન વગેરે કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં તાજેતરમાં 15 જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1820 જેટલા લાભાર્થીઓ સંંમ્મિલિત બન્યા હતા.

ઉક્ત સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, આરટીઓ કચેરી, જી.આઈ.ડી.સી. કચેરીના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.