વરસાદમાં પહાડોમાં ફરવા જાઓ તો પાણીથી ચેતજો:નાસિકમાં ફોર્ટ પર 10 પ્રવાસી ફસાયા, UP-બિહારમાં ગંગા ખતરાના નિશાનની નજીક; 20 રાજ્યમાં વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓના જળસ્તર વધી ગયું છે. નાસિકના અંજનેરી ફોર્ટમાં 10 મુસાફર દાદરા પર પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગયા. જોકે થોડા કલાકો પછી તેમને વન વિભાગની ટીમે રેસ્ક્યૂ કરી લીધા છે. આ સિવાય રત્નાગિરિ અને ચંદ્રપુરમાં મોડીરાતે અને સવારે ભારે વરસાદ થયો. એનાથી આ જિલ્લામાં રસ્તા અને નીચેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખેડમાં દીવાનખાવટી સ્ટેશન પાસે રેલવેટ્રેક પર કાટમાળના કારણે રેલસેવા બંધ કરવી પડી. અનેક ટ્રેન વિવિધ સ્ટેશનો પર ચારથી પાંચ કલાક મોડી છે. બીજી બાજુ, નેપાળની નજીકના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંગા નદી ઉત્તરપ્રદેશ અને બિહારના થોડા જિલ્લામાં ખતરાના નિશાનની નજીક વહી રહી છે. ઉત્તરપ્રદેશના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. એની પકડમાં 97 ગામ આવી ગયાં છે. જ્યારે બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના કારણે 50 હજારની વસતિ પાણીમાં ઘેરાયેલી છે. બિહારમાં ગંગા ઉપરાંત ઘાઘરા, ગંડક, બાગમતી, કમલા બાલન, કોસી, મહાનંદા અને પરમાન નદીઓ પણ ખતરાના નિશાનની નજીક છે. MP સહિત 20 રાજ્ય0માં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 20 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ, તેલંગાણા, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ-મરાઠવાડા (મહારાષ્ટ્ર), છત્તીસગઢ, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, ઉત્તર કર્ણાટક, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, સમાવેશ થાય છે. ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા છે. મહારાષ્ટ્રમાં ટ્રેક પર કાટમાળના કારણે મુંબઈ જતી માંડવી એક્સપ્રેસ ખેડ સ્ટેશન પર રોકાઈ હતી, જ્યારે શ્રી ગંગાનગર એક્સપ્રેસને કામથે સ્ટેશન પર, તેજસ અને જનશતાબ્દી એક્સપ્રેસને રત્નાગિરિ અને સાવંતવાડી દિવાને દીવાનખાવટી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના રત્નાગિરિમાં યુવક તણાઈ ગયો હવામાનની તસવીરો... આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.