વહેલી સવારે દિલ્હી શહેર ‘ગાયબ’ થયું:વિઝિબલિટી ઝીરો થઈ, 120 ફ્લાઈટ મોડી અને 26 ટ્રેન મોડી પડી; હિમાચલમાં આવતીકાલથી હિમવર્ષાની શક્યતા - At This Time

વહેલી સવારે દિલ્હી શહેર ‘ગાયબ’ થયું:વિઝિબલિટી ઝીરો થઈ, 120 ફ્લાઈટ મોડી અને 26 ટ્રેન મોડી પડી; હિમાચલમાં આવતીકાલથી હિમવર્ષાની શક્યતા


દેશમાં તીવ્ર ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે સવારે એમપી અને યુપી સહિત 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે ઘણા રાજ્યોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. દિલ્હીમાં સ્મોગના કારણે 120 ફ્લાઈટ અને 26 ટ્રેન મોડી પડી હતી. 4 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. તે જ સમયે ઘણી ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી દિલ્હી સ્ટેશન પહોંચી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી. યુપીના તમામ 75 જિલ્લામાં ધુમ્મસ છે. નોઈડામાં ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. આગ્રામાં તાજમહેલ 20 મીટર દૂરથી દેખાતો નથી. કાનપુર અહીંનો સૌથી ઠંડો જિલ્લો હતો. લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં શનિવાર અને રવિવારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે મોટાભાગની જગ્યાએ તાપમાન માઈનસમાં છે. દેશમાં ધુમ્મસ અને હિમવર્ષાની 8 તસવીરો... આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન... 11 જાન્યુઆરી: 3 રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ 12 જાન્યુઆરી: તમિલનાડુમાં વરસાદની ચેતવણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.