દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ અંતર્ગત તમાકુની બનાવટ વેંચતા લારી ગલ્લા, પાર્લર, દુકાનો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું - At This Time

દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ અંતર્ગત તમાકુની બનાવટ વેંચતા લારી ગલ્લા, પાર્લર, દુકાનો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું


મા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા એપેડેમિક અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ર્ડો. કિરણ ગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકાના દાંતા ખાતે આજરોજ તારીખ 31-05-2024 ના રોજ 31 મી મે "વિશ્વ તમાકુ નિષેધ દિન" 2024 ની ઉજવણી નિમિતે આરોગ્ય સ્ટાફ દ્વારા "વિશ્વ તમાકુ નિષેધ દિન" અંતર્ગત રેલી કાઢવામાં આવી તેમજ "વિશ્વ તમાકુ નિષેધ દિન"-2024 ની થીમ "PROTECTING CHILDREN FROM THE TOBACCO INDRUSTRY INTERFERENCE"(તમાકુ ઉદ્યોગ ના હસ્તક્ષેપથી બાળકો નુ રક્ષણ) ના સંપૂર્ણ અમલિકરણ થાય તે હેતુ થી દાંતા તાલુકા મા તમાકુ અને તેની પ્રોડક્ટ વેંચતા તમામ પાન ગલ્લા, પાન પાર્લર, દુકાનો, નુ પ્રા.આ.કે. મોટાસડા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતુ.
જેમાં કોટપા એક્ટ ની કલમ 6-અ હેઠળ કાયદા નુ પાલન ન કરનાર વેપારી-દુકાનદાર ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી, જેમાં કુલ મળીને 1150 રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો.ઉપરોક્ત કામગીરી મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ, અને રાહુલભાઈ ની ટીમ એ પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ર્ડો. ભુમિકાબેન રાઠોડ અને તાલુકા સુપરવાઇઝર હસમુખભાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કામગીરી નુ સફળ આયોજન અને કામગીરી કરેલ.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.