સાયલા ના વાટાવચ્છ મોડલ ડે સ્કૂલ માં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. - At This Time

સાયલા ના વાટાવચ્છ મોડલ ડે સ્કૂલ માં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.


"આપણું પર્યાવરણ આપણા હાથમાં" આવું જ કંઈક કાર્ય સાયલા તાલુકાની મોડલ ડે સ્કૂલ વાંટાવચ્છ ની અંદર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં 300 જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના પર્યાવરણને લગતા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને તેમાં ભાગ ભજવનાર પર્યાવરણ પ્રેમીઓ આચાર્ય ઇકબાલ બંગલાવાલા,C.R.C. સાપરા વિનોદભાઈ અને શિક્ષક દુમાદિયા જયંતિભાઈ, રંગપરા નાનજીભાઈ, ધોરીયા મુકેશભાઈ, કુરિયા રણજીતભાઈ, સાથે રહી ને વિદ્યાર્થીઓ માં પણ પર્યાવરણ પ્રેમ જાગૃત થાય એવા પ્રયત્ન કર્યા હતા. પર્યાવરણ જાળવણી માટે અથાગ પ્રયત્ન કરી અને દર વર્ષે નવા વૃક્ષોનું વાવેતર કરી અને પર્યાવરણની જાળવણી આપણા હાથમાં છે એવું સાબિત કરી બતાવ્યું છે
."ઝુકતી રહી ડાળ નિ:સ્વાર્થ જે વૃક્ષ પર, ઉભો રહ્યો અડગ તે એના મરણ પર...!!!

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.