કુલ ૧૨૬ વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ જેસર, બગદાણા પંથકમાં વીજ દરોડા, ૬૨ લાખની ગેરરીતિ ઝબ્બે વીજ કંપનીની ૪૬ ટીમ ત્રાટકી : દંડ ફટકાર્યો
કુલ ૧૨૬ વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ જેસર, બગદાણા પંથકમાં વીજ દરોડા, ૬૨ લાખની ગેરરીતિ ઝબ્બે વીજ કંપનીની ૪૬ ટીમ ત્રાટકી : દંડ ફટકાર્યો
ભાવનગર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વિજ તંત્ર દ્વારા ચેકિંગ કરીને લાખો રૂપિયાની ગેરરીતી ઝડપતા વીજ ચોરોમાં ફફ્ફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે, જેમાં જી યુ વી એન એલ દ્વારા મહુવા ડિવિઝન નીચે આવતા જેસર તેમજ બગદાણા પંથકમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વીજ કંપનીની ૪૬ ટીમ ત્રાટકી : દંડ ફટકાર્યો
કુલ ૪૬ ટીમ દ્વારા ૫૯૪ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન ૧૨૦ રહેણાકી પાંચ કોમર્શિયલ અને એક ખેતીવાડી જોડાણમાં ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. ૧૨૬ જોડાણો પૈકી ४० કનેક્શનમાં ડાયરેક્ટ વાયર જોડીને વીજ ચોરી આચારવામાં આવતા ગ્રાહકો રંગે હાથ ઝડપાયા હતા. તંત્ર દ્વારા ૬૧.૯૧ લાખના બિલ ટકારવામાં આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.