વિજાપુર ખાતે રામ બાગ મંદિર માં આવેલ વૃદ્ધા આશ્રમ ખાતે રાષ્ટ્રીય વયોવૃદ્ધ સપ્તાહ ની ઉજવણી - At This Time

વિજાપુર ખાતે રામ બાગ મંદિર માં આવેલ વૃદ્ધા આશ્રમ ખાતે રાષ્ટ્રીય વયોવૃદ્ધ સપ્તાહ ની ઉજવણી


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકા માં નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડરી (NPHCE)..અંર્તગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ થી ૫ ઓક્ટોમ્બર ૨૦૨૪ દરમ્યાન આંતર રાષ્ટ્રીય વયોવૃદ્ધ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરી વિજાપુર,અને જનરલ હોસ્પિટલ વિજાપુર ના નર્સિંગ સ્ટાફ અને ફીજીયો થેરાપી વિભાગ દ્વારા રાધાકૃષ્ણ મંદિર ..(રામબાગ) સંસ્થાદ્રારા કાર્યરત વાન પ્રસ્થાશ્રમ માં નિવાસ કરતા વડીલો ની આરોગ્ય તપાસ કરવામાંઆવી તેમનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ ની ચકાસણી કરવામાં આવી. ફિઝિયો થેરાપી વિભાગ દ્વારા તેમનું શારીરિક સ્વાસ્થય જળવાઈ રહે તે સારું હળવી કસરતો શીખવાડવામાં આવે તેમજ તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ..ધ્યાન તેમજ મેડિટેશન માટે સમજ આપવામાં આવી.આ પ્રસંગે રામબાગ સંસ્થા દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો...
તાલુકા આરોગ્ય ના અધિકારી ચેતનભાઈ પ્રજાપતિ ના માગેદશેન હેઠળ કચૅરી અને સાથે આરોગ્ય ના સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રામબાગ સંસ્થા ના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ દેસાઈ તેમજ ટ્રસ્ટ ના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર. મુકેશ પ્રજાપતિ
મો. 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.