બાળકો સાથે મહિલાને આત્મહત્યા કરતા બચાવતી શી ટીમ. - At This Time

બાળકો સાથે મહિલાને આત્મહત્યા કરતા બચાવતી શી ટીમ.


નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી . આ દરમિયાન રાત્રની અંધારામાં એક મહિલા અનગઢ મહીસાગર નદી તરફ પોતાના બે નાના બાળકોને લઇને રડતાં રડતાં જઈ રહી હતી . જેથી શી ટીમને શંકા જતાં મહિલાને રોકી તેને શાંતિથી બેસાડીને પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યું હતું કે , મારા સાસુ સાથે ઝઘડો થયો છે અને રોજ રોજના ઝઘડાથી કંટાળી ગઈ છું . મારે મહિસાગર નદીમાં પડી મરી જવું છે , ત્યારે શી ટીમે સફળતાપૂર્વક સમજાવી આત્મહત્યા કરવા નીકળેલી મહિલા અને બે નાના બાળકોનો જીવ બચાવ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.