વેપારીઓને NOC માટે ખોટી રીતે હેરાન ન કરો : ચેમ્બર ઓફ કોમર્સ
ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને અેન.ઓ.સી. માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટર અને મ્યુનિ.કમિશનરને પત્ર લખી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે કે, વેપારીઓને અગ્નિશામક યંત્ર માટે અને અને એન.ઓ.સી. માટે ખોટી રીતે હેરાન ન કરવા જોઇએ. જો કોઇ વેપારીને હેરાનગતિ થઈ હોય તો તેની જાણ કરવા માટે ચેમ્બરે અપીલ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.