જુના પીપળીયા શાળાના શિક્ષકોની રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કારમાં પસંદગી - At This Time

જુના પીપળીયા શાળાના શિક્ષકોની રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કારમાં પસંદગી


જુના પીપળીયા શાળાના શિક્ષકોની રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કારમાં પસંદગી

શ્રી જુના પીપળીયા તાલુકા શાળા-જસદણના ૧૦૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોએ રાજ્ય વ્યાપી સુર્યનમસ્કાર અભિયાન અંતર્ગત યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લિધો હતો. જેમાથી પસંદ થયેલા સ્પર્ધક જસદણ તાલુકા કક્ષાએ પહોંચ્યા હતાં, જેમાં શાળાના વિદ્યાર્થી અવસીયા મનિષા અને અવસીયા સુમેર દ્વારા ઉમદા પ્રદર્શન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં શિક્ષક દંપતિ એવા આશિષભાઈ રામાણી તથા ગાયત્રીબેન રામાણી વિજેતા થતા રાજકોટ જિલ્લા કક્ષાએ જસદણ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં રામાણી આશિષભાઈએ ટોપટેન રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું.અને જીવાપર ગામ તથા જુનાપીપળીયા તા.શાળાનું ગૌરવ વધાર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.