દેવગઢ સર્વોદય શૈક્ષણિક સંકુલ માં ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાયો. - At This Time

દેવગઢ સર્વોદય શૈક્ષણિક સંકુલ માં ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાયો.


સાયલા તાલુકાના દેવગઢ ગામે સર્વોદય શૈક્ષણિક સંકુલ માં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ના ઉપક્રમે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આધુનિક ખેતી માટે ટકાઉ વિકાસ ની રીતો બાબત તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ કાર્ય શાળામાં વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વાલીઓ સહિતના 175 જેટલા તાલીમાર્થીઓ સહભાગી બન્યા હતા. ગીર ફાઉન્ડેશન તરફથી મહમદભાઈ પરમાર દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત મિશન લાઈફ અને ઈકો ક્લબની માહિતી આપવામાં આવી હતી અને વક્તા શ્રી કે.એ. રાઠોડ અને પરેશભાઈ નાયક નિષ્ણાંત તજજ્ઞ તરીકે ઓડિયો, વીડિયો અને ડેમો દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સફળ બનાવવા સંચાલક વિનોદભાઈ મેર અને ટ્રસ્ટી મથુરભાઈ ગોયલે જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન કરવાં વિરજીભાઈ સરવૈયા સહભાગી બન્યા હતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.