સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડે કોંમ્બીગનુ આયોજન કરાયું,
જીલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચુંટણી જાહેર થયેલ છે.જેને અનુલક્ષીને જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તે માટે ના.પો.અધિ.વિશાલ.એમ. રબારીની અધ્યક્ષતામાં સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડે કોમ્બીગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ ટીમોની રચના કરી સાયલા પો.સ્ટે ગ્રામ્ય વિસ્તાર તથા સાયલા ટાઉન તથા સુદામડા ઓ.પી વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી કોંમ્બીંગ કરવામાં આવેલ હતું. જેમાં કોમ્બીંગ દરમ્યાન સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના HS/MCR ને ચેક કરવામાં આવેલ તથા તેઓની હાલની પ્રવૃતી વિશે માહીતી મેળવામાં આવેલ હતી. જેમાં લીસ્ટેડ પ્રોહીજુગાર બુટલેગરોને ચેક કરવામાં આવેલ હતા. ચુંટણીને ધ્યાનમાં રાખીની સાયલા ટાઉન ખાતે ખાસ ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું અને ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન કાળા કાચની ગાડીઓની બ્લેક ફીલ્મ દુર કરવામાં આવેલ હતી.ટ્રાફીક નિયમના ભંગ બદલ ૧૬ વાહન ચાલકોને કોર્ટ NC આપવામાં આવેલ તેમજ કુલ-૨૧ વાહનોને Mv.Act-૨૦૭ મુજબ ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.