વિજાપુર મામલતદાર કચેરી એ ચાલી રહેલી આધાર કાર્ડ અને કે વાય સી ની ધીમી ગતિ ની કામગીરી રોષ - At This Time

વિજાપુર મામલતદાર કચેરી એ ચાલી રહેલી આધાર કાર્ડ અને કે વાય સી ની ધીમી ગતિ ની કામગીરી રોષ


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર મામલતદાર કચેરીએ ચાલી રહેલી આધાર કાર્ડ માં લિંક કરાવવા માટે સવારે થી મોટી સંખ્યામાં લાઈનમાં ઊભા રહેવું પડે છે જ્યારે અરજદારને વિજાપુર મામલતદાર કચેરીએ ચાલી રહેલી આધાર કાર્ડ અને કેવાયસીની ધીમી ગતિ ની કામગીરીના કારણે ગામડાના અને શહેરમાંથી આવતા લોકોને કચેરીમાં બે બે વખતે ધક્કા ખાવાના વારો આવ્યો છે આધાર કાડે માં મોબાઈલ લિંક બાદ રેશનકાર્ડ માં કેવાયસી થાય છે જેથી બંને જગ્યાએ લોબી કટારો જોવા મળી રહેલી છે
તેમજ કુકરવાડામાં તેમજ તેના આસપાસના ગામડાઓમાંથી આવતા લોકોને કેવાયસી ખર્ચાળ બની છે ગામડાનું ભાડું અને કેવાયસીને લઈને બીજા ખર્ચાઓ અને સમય વેડફાય તે અરજદારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ સમય બગાડી સવારથી મોડા સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે જ્યારે અરજદાર બારી પાસે આવે અને ટોકન આપતો બીજા દિવસે અરજદાર નો નંબર લાગે છે જેથી તેમને પરત જઈ ફરી આવીને લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમ અરજદારો જણાવી રહ્યા છે મહિલા અરજદાર ના જણાવ્યા મુજબ તેને ઘરનું કામ છોડીને કેવાયસી માટે લાઈનમાં ઉભા રહીને પણ તો કોઈ કામ થતું નથી અહીં નહીં પણ તમારા ગામમાં કેવાયસી કે આધાર કાર્ડ લિંક કરાવી જ્યારે ગામમાંથી મામલતદાર કચેરીમાં જવાનું કહે છે
ગામડામાંથી આવતા લોકોને ધરમધકકા થી આક્રોશ જોવા મળ્યો હતો
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.