પોલીસ સામેની અરજીનું સમાધાન ન કરતા માર માર્યો
શહેરના મવડી ચોકડી, ઉદયનગર-1 શેરી 25માં રહેતા મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર નામના યુવાનને હનુમાન મઢી પાસે રહેતા હર્ષદ શાહબુદ્દીન બેલીમ અને કાલીએ પુષ્કરધામ આવાસ પાસે બોલાવી પાઇપથી માર મારી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, હર્ષદ અને કાલી તેના મિત્રો છે. એક વર્ષ પૂર્વે પોલીસ વિરુદ્ધમાં પોતે અરજી કરી હતી. જે અરજીનું સમાધાન કરવા માટે હર્ષદ અને કાલીએ પુષ્કરધામ આવાસ બોલાવ્યો હતો. ત્યાં પહોંચીને બંનેને સમાધાન કરવાની ના પાડતા તેઓ ઉશ્કેરાય ગયા હતા અને પાઇપથી માર માર્યો. બધા ભેગા થઇ જતા હર્ષદે જતા પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાંખીશની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.