ખેડૂતો ને ડુપ્લીકેટ ખાતર પધરાવતા લોકો એ સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.
હાલના સમયમાં ખાતર, બિયારણ, અને દવા જેવી ડુપ્લીકેટ નુ વેચાણ થઈ રહ્યું છે
સાયલા મામલતદાર કચેરી ખાતે તમામ ગામો ના ખેડૂતોએ હાજરી આપી હતી જેમાં અલગ અલગ તાલુકા માંથી નકલી ખાતર ના ભોગ બનનાર ખેડૂતો કલેકટર પાસે ભીખનો કટોરો લઈ અને ન્યાય માટે આજે ભીખ માગી વાસ્તવિકતા તો એ છે કે આ પ્રશાસન ઊંઘતુ પ્રશાસન છે કારણ કે છેલ્લા 15 દિવસથી જિલ્લામાં અલગ અલગ ખેડૂતો નકલી ખાતરના ભોગ બન્યા છે છતાં પણ પ્રશાસન જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે આટલા દિવસો થઈ ગયા છતાં પણ કંપની ઉપર કે કંપનીના એજન્ટો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી એનો મતલબ કે પ્રશાસનને ખેડૂતને ન્યાય કોઈ રસ નથી જેથી કરીને આજે ખેડૂતો દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ખેડૂતોએ નકલી ખાતરની થેલીઓ પોતાના શરીર ઉપર ધારણ કરી અને ભીખનો કટોરો લઈ અને ન્યાયની ભીખ માંગણી કરી તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા, દેવકરણભાઈ જોગરાણા અને આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.