બાલાસિનોર દેવ ચોકડી ખાતે દુકાનમાં થયેલ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા
મહીસાગર જીલ્લા પોલીસ
અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડાની સુચનાથી એમ. વી.ભગોરા પોલીસ ઇન્સપેક્ટર બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે બાલાસિનોર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ચોર ઇમસોની તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલની તપાસ થવા સારૂ અલગ અલગ
ટીમો બનાવી ટેકનીકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા એમ.વી.ભગોરા પોલીસ ઇન્સપેક્ટરને માહીતી મળેલ કે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો કેટલોક મુદ્દામાલ એક ઇસમ જનોડ ગામે વેચવા જવાનો છે તેવી બાતમી આધારે ટીમ બનાવી જનોડ પાટીયા પાસે વોચ તપાસમાં ઉભા રહી આરોપી ગિરવત ઉર્ફે મિથુન ચોરીનો મુદ્દામાલ લઇને આવતા તેને મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી તેમજ આ ગુનામાં સહ આરોપી રાજેશ ઉર્ફે નાન્યો વાઘેલાનો હોવાનુ જણાઇ આવતા તેને પકડી આરોપીઓનયુક્તિ પ્રયુક્તિથી ઉડાણ પૂર્વક પૂછપરછ કરતા ઉપરોકત ગુનામાં ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલી પ્રશંશનીય કામગીરી બાલાસિનોર તાલુકા પોલીસે કરી છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.