રાજકોટમાં સવારે વધુ પોણો ઇંચ વરસાદ: મેઘાવી માહોલ
રાજકોટમાં આજે સવારે અડધી કલાકમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. વાતાવરણ હજી એક રસ છે. મેધરાજા ગમે ત્યારે મન મૂકીને વરસી પડે તેવું મેધાવી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ સામાન્ય વરસાદે કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી છે. બે દિવસમાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો છે.
રવિવારે સવારથી રાજયભરમાં મેધાવી માહોલ જામ્યો હતો. સાંજની સુમારે રાજકોટમાં મેધરાજાની પાવનકારી પધરામણી થવા પામી હતી. ગાજવીજ સાથે વરસાદ પડવાનું શરુ થયું હતું. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ર1 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં ર1 મીમી, અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં ર૦ મીમી, વરસાદ વરસી ગયો હતો. માત્ર એક ઇંચ વરસાદે પણ કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. શહેરના૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી, નાનામવા, રૈયા ટેલીફોન એકસચેન્જ, રૈયા ચોકડી, રામાપીર ચોકડી સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. બીઆરપીએસ રૂટની બન્ને બાજુની સોસાયટીમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. ઓટલાઓ પાણીમાં ડુબી ગયા હતા બે ઇલેકટ્રીક બસ પાણીમાં ફસાતા બંધ પડી જવા પામી હતી. શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક કૈલાસનગર અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડીએ ફાયર સ્ટેશન પાસે વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા.
આજે સવારે રાજકોટમાં ફરી મેધાના મંડાણ થયા હતા સવારે 6 વાગ્યે ધોધમાર વરસાદ પડયો હતો માત્ર અડધલ કલાકમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં 18 મીમી, વેસ્ટ ઝોનમાં ૧પ મીમી, અને ઇસ્ટ ઝોનમાં 19 મીમી વરસાદ વરસી ગયો હતો. શહેરના દોશી હોસ્પિટલ રોડ પર સવારના સમયે એક સ્કુલ વાન વરસાદી પાણીમાં ફસાય જવા પામી હતી. સવારના સમયે પડેલા વરસાદથી શાળાએ જતા બાળકો અને વાલીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.