સમલૈંગિક યુવક હનીટ્રેપમાં ફસાયો: હોટલના બાથરૂમમાં નગ્ન વિડીયો ઉતારી 1 લાખની મતા પડાવી લીધી - At This Time

સમલૈંગિક યુવક હનીટ્રેપમાં ફસાયો: હોટલના બાથરૂમમાં નગ્ન વિડીયો ઉતારી 1 લાખની મતા પડાવી લીધી


રાજકોટની નોવા હોટલમાં વધું એક કારસ્તાન સામે આવ્યું છે અને સેમલૈંગિક યુવક હોટલના બાથરૂમમાં ન્હાતો હોય તેવો નગ્ન વિડીયો ઉતારી રૂપીયા પડાવી લેતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. કોલેજીયન 19 વર્ષીય યુવાનને ગ્રીન્ડર ડેટીંગ એપ મારફતે સંપર્કમાં આવેલ જામનગરના શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશે હોટલમાં બોલાવી બંને કપડા કાઢી સાથે બાથરૂમમાં ન્હાવા ગયાં અને બાદમાં આરોપી બહાર નીકળી વિડીયો ઉતારી લીધો હતો. મોબાઈલમાં સ્કેનરથી રૂપીયા પડાવી, આધારકાર્ડ ઝુંટવી ક્રેડિટકાર્ડથી નવો મોબાઈલ પણ લેવડાવી વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે કાલાવડ રોડ પર અવધ રોડ, વિરસાવરકરનગરમાં રહેતા 19 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશ સુરેન્દ્રસિંહ નિરબાન (રહે. જામનગર) નું નામ આપતાં તાલુકા પોલીસે બીએનએસ એક્ટ 308(3), 351(1), 318(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે માતા-પિતા અને બહેન સાથે રહે છે. તે જે.જે.કુંડલીયા કોલેજમાં બી.બી.એ.ના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને રાજનગર ચોકમાં આવેલ શલુનમાં કામ કરે છે.
બે દિવસ પહેલા તેમને ગ્રીન્ડર ડેટીંગ એપ્લીકેશન મારફત એક વ્યક્તી સાથે વિડીયોકોલમાં વાતચીત થયેલ હતી. ત્યારબાદ ડેટીંગ એપ્લીકેશન મારફત મેસેજમાં વાતચીત થયેલ હતી. તા.04/02/2025 ના રોજ તે વ્યક્તીએ મેસેજમાં જણાવેલ કે, હુ રાજકોટ જ આવેલ છુ અને હાલમાં જડૂસ હોટલ પાછળ આવેલ હોટલ નોવાબ્લીસમાં રોકાયેલ છુ અને સાંજના પાંચ વાગ્યે તુ હોટલે મને મળવા માટે આવ જેથી યુવાને હા પાડેલ અને સાંજના પાંચેક વાગ્યે તેણે જણાવેલ હોટલ ખાતે બાઈક લઈ મળવા ગયેલ હતો.
બાદમાં યુવાનને આરોપી નિચે મળેલ અને તે રોકાયેલ રૂમમાં લઇ ગયેલ હતો. ત્યારબાદ બંને વાતચીત કરેલ અને તેને પોતાનું નામ શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશભાઇ સુરેન્દ્રસિંહ નીરબાન અને પોતે જામનગર રહેતો હોવાનુ જણાવેલ હતું. બાદમાં યુવાને પોતાનું નામ સરનામું જણાવેલ હતું. ફરિયાદી યુવાન સમલેંગીગ હોય જેથી બંનેએ વાતચીત કરેલ અને આરોપીએ તેના મોહમાં ફસાવેલ હતો. ત્યારબાદ બંને કપડા કાઢીને બાથરૂમની અંદર નાહવા માટે ગયેલ હતા. દરમિયાન આરોપી નાહીને બહાર નિકળી ગયેલ હતો. બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય અને યુવાન કપડા પહેર્યા વિના નાહતો હોય તેને તેમની જાણ બહાર છેતરીને નગ્ન વિડિયો ઉતારી લીધેલ હતો.
બાદમાં યુવાન બહાર આવતા તેને ફોન માંગતા યુવાને પોતાનો ફોન આપેલ હતો અને તેને તેના ફોનમાં કપડા પહેર્યા વિના નાહતો હોય તેવો વિડિયો ઉતારી લીધેલ હોય તે બતાવેલ હતો. જેથી યુવાન ગભરાઇ ગયેલ હતો. યુવાનને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપેલ અને કહેલ કે, બતાવ તારા ખાતામાં કેટલા પૈસા છે જેથી ગભરાઇ ગયેલ યુવાનના એચ.ડી.એફ.સી.બેન્ક એકાઉન્ટમાં રૂ.44 હજાર અને કોટક મહિન્દ્રા બેન્ક એકાઉન્ટમાં રૂ.26 હજાર હતા. આરોપીએ બંને એકાઉન્ટમાંથી સ્કેન કરી કુલ રૂ.65 હજાર લઇ લીધેલ હતા.
ત્યારબાદ યુવાનનું પાકીટ કાઢી તેમાંથી ક્રેડીટ કાર્ડ લઇ લીધેલ હતું. તેમજ આધાર કાર્ડ અને ફોન તેની પાસે તેને રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાનના જ બાઇકમાં એસ્ટ્રોન ચોક પુજારા ટેલીકોમ પર લઈ ગયેલ હતો અને ત્યાં તેણે એક ઓપો કંપનીનો રૂ.36,800 નો મોબાઇલ યુવાનના ક્રેડીટ કાર્ડ ઉપર ખરીદ કરેલ હતો અને બીલમાં તેણે તેનુ નામ પ્રકાશભાઇ લખાવેલ હતુ.
ત્યારબાદ પરત હોટલે આવેલ હતા અને આરોપીએ મોબાઇલમાંથી ડેટીંગ એપ્લીકેશન ડીલીટ કરી નાખેલ અને આધાર કાર્ડ તથા ફોન પરત આપી કહેલ કે, જો હવે તુ કોઈને જાણ કરીશ તો આ તારો વિડીયો હું વાયરલ કરી નાખીશ અને તારી સમાજમાં બદનામી થશે અને તને જીવવા જેવો નહી રાખુ તેવી ધાક ધમકી આપેલ નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી.આર.ભરવાડ અને ટીમે આરોપી શૈલેન્દ્રસિંહ નિરબાનને જામનગરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image