વિકસિત ભારત સંકલ્પ યાત્રા થી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી. - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી.


વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા : મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે.

વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા: મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર .વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે;ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે આયોજિત "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નું મારા મતવિસ્તાર મોડાસા તાલુકામાં આવેલ ઉમેદપુર (દ.) મુકામે ઉષ્માભેર સ્વાગત કરી માન. વડાપ્રધાનશ્રી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કરી જરૂરીયાતમંદ પ્રજાજનો સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી જરૂરીયાતમંદ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.