જામનગરમાં ઓશવાળ સેન્ટર નજીક ગઈ રાત્રિ ના એક બાઈક ચાલક ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ પડતાં ગંભીર સ્વરૂપે ઘાયલ - At This Time

જામનગરમાં ઓશવાળ સેન્ટર નજીક ગઈ રાત્રિ ના એક બાઈક ચાલક ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ પડતાં ગંભીર સ્વરૂપે ઘાયલ


જામનગરમાં ઓશવાળ સેન્ટર નજીક ગઈ રાત્રિ ના એક બાઈક ચાલક ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ પડતાં ગંભીર સ્વરૂપે ઘાયલ

૧૦૮ ની ટુકડીએ સ્થળ પર દોડી જઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બેશુદ્ધ અવસ્થામાં યુવકને જીજી હોસ્પિટલમાં ખસેડાયો

જામનગરમાં સાત રસ્તા સર્કલ થી ખોડિયાર કોલોની તરફ જવાના માર્ગે ઓસવાળ સેન્ટર નજીક એક બાઈક ચાલક ગઈ રાત્રે એકાએક વિજ પોલ સાથે અથડાઈ પડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થવાથી માર્ગ પર બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થનારા અન્ય વાહન ચાલકોએ તુરતજ ૧૦૮ ની ટીમને જાણ કરતાં ૧૦૮ ની ટિમ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતના બનાવવા પણ જાણ થયા બાદ સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો હતો, અને ઈજાગ્રસ્તના પરિવારને જાણ કરવામાં આવી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.