રાજકોટમાં શિક્ષકો, આંગણવાડીના વર્કરો બાદ હોમગાર્ડના જવાનો મેદાને, વેતન વધારવાની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું
વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વિવિધ કર્મચારી સંગઠનો પોતાની માગને લઈ વિરોધ કરી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજનાની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં આંગણવાડી અને આશાવર્કર બહેનોએ પણ હડતાળ કરતા આ મામલે સરકારે 19 સપ્ટેમ્બર સુધીનો સમય માગ્યો છે. ત્યારે હવે હોમગાર્ડનાં જવાનોએ પણ મેદાને ઉતર્યા છે. માનદ વેતન વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં હોમગાર્ડમા જવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા સરકારની મુશ્કેલીઓ વધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.