જ્યુબિલી ગાર્ડન પાસેથી 17 કિલો ગાંજો પકડાયો
રાજકોટમાંથી ડ્રગ્સ-ગાંજા સહિતના નશીલા પદાર્થોને નેસ્તોનાબૂદ કરી કરી નાખવા માટે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા એક બાદ એક દરોડા પાડવામાં આવતાં ધંધાર્થીઓમાં ઐતિહાસિક ખૌફ જોવા મળી રહ્યો છે. આવો જ એક ગાંજાનો મોટો જથ્થો રાજકોટમાં ઠેર-ઠેર સપ્લાય થાય તે પહેલાં એસઓજીએ શખ્સને પકડી પાડી વધુ એક હેરાફેરી અટકાવી હતી.
એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.વી.હરિયાણી, એએસઆઈ વીરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે જ્યુબિલી ગાર્ડનની બાજુમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ઉભેલા ચેતન ભરતભાઈ સમેચા (ઉ.વ.૨૧, રહે.નહેરુનગર શેરી નં.૪/પના ખૂણે, માલધારી ચોક)ને ૧૧૯૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી
ઓરિસ્સાથી ટ્રેનમાં સગીર
પાડ્યો હતો. ચેતન સમેચાએ પૂછપરછમાં જણાવ્યું કે ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફતે તે ઓરિસ્સાથી રાજકોટ લાવ્યો હતો. આ ‘ખેપ’માં તેની સાથે એક સગીર પણ હતો જે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. અગાઉ તેણે આ રીતે ખેપ મારી હોય કોઈના ધ્યાન પર ન આવતાં બીજી વખત હિંમત કરી હતી.
ઓરિસ્સાથી રાજકોટ આવ્યા બાદ તે પોતાના ઘેર જવા માટે બસ સ્ટેન્ડ પર આવ્યો હતો અને બસની રાહ જોઈ રહ્યો હતો. ગાંજાનો આ જથ્થો ઘેર લઈ ગયા બાદ તેમાંથી નાની-નાની પડીકી વાળીને તેનું વેચાણ કરવાનો હતો તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો હતો.
પોલીસે ચેતન પાસે રહેલો ૧૧૯૫૦ કિલો ગાંજો, મોબાઈલ, ટ્રેનની બે ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાથે ગાંજો લાવીને બસની
રાહ જોઈ રહ્યો હતો’ને પોલીસે દબોચ્યો : અગાઉની ખેપ સફળ રહી હોવાથી બીજી વખત ‘હિંમત’ કરી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.