દામનગર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન
દામનગર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન
દામનગર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા અને પ્રસૂતા બહેનો માટે હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. ડો. આર આર મકવાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ હતું. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે દામનગર શહેર ની તમામ સગર્ભા બહેનો ને સરકારી એમ્બ્યુલન્સ માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. લાઠી સ્થિત બાલાજી હોસ્પિટલના ગાયનેક સર્જન ડો. યોગેશ રાખોલિયા અને ડો. અભી પરવડીયા એ સગર્ભા બહેનો ની તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૯૦ થી વધુ સગર્ભા બહેનો ની તપાસ બાદ સુરક્ષિત પ્રસૂતિ માટે યોગ્ય આહાર, સમયસર દવાઓ અને આરોગ્યપ્રદ ટેવો વિકસાવવા માટે તમામ બહેનો ને ડો. મુકેશ સિંહ દ્વારા આરોગ્ય શિક્ષણ આપેલ હતું. સ્થાનિક અગ્રણી ઓ દ્વારા તમામ સગર્ભા અને પ્રસૂતા બહેનો ને પ્રોટીન પાવડર ના ડબ્બા આપેલ હતા. આ અભિયાન ને સફળ બનાવવા ડો. શીતલ રાઠોડ, ડો. હરિવદન પરમાર, ભરત સોલંકી, પ્રિયકાન્ત ભટ્ટી, મહેબૂબ પરમાર, વિશાલ છભાડ, આશા અને આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.