આયાત-નિકાસના વ્યવહારો ડોલરને સ્થાને રૂપિયામાં થશે - At This Time

આયાત-નિકાસના વ્યવહારો ડોલરને સ્થાને રૂપિયામાં થશે


સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને થશે લાભ

આયાત-નિકાસના વ્યવહારો ડોલરના સ્થાને રૂપિયામાં કરી શકાશે તેવા કેન્દ્ર સરકારના નિર્ણયથી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ફાયદો થશે. સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગો વિદેશમાં વેપાર સાથે જોડાયેલા છે. ખાસ કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ અને રાજકોટના ઓટોમોબાઈલક્ષેત્ર વપરાતા રો-મટિરિયલ્સની આયાત અને તૈયાર માલનું વેચાણ વિદેશમાં થઈ રહ્યું છે, સરકારના નિર્ણયથી આ ઉદ્યોગને સૌથી વધુ રાહત થશે. તાજેતરમાં ડોલર અને રૂબલના વધઘટની વિશ્વ કક્ષાએ થયેલી સમસ્યાને લઇને આયાત અને નિકાસકારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.