અમદાવાદ મ્યુનિ.માં વિપક્ષની અવગણના ,૧૬ વર્ષમાં કોર્પોરેટરોના ૧૧૯માંથી માત્ર ૧૧ પ્રશ્નના જવાબ જ અપાયા - At This Time

અમદાવાદ મ્યુનિ.માં વિપક્ષની અવગણના ,૧૬ વર્ષમાં કોર્પોરેટરોના ૧૧૯માંથી માત્ર ૧૧ પ્રશ્નના જવાબ જ અપાયા


        અમદાવાદ,રવિવાર, 28 ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૭ વર્ષથી ભાજપ
સત્તાસ્થાને છે.બહુમતી ધરાવતા હોવાના કારણે વિપક્ષની અવગણના કરાઈ રહી છે.વિવિધ
કમિટીઓમાં સ્થાન તો અપાતુ જ નથી.પરંતુ વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પુછવામાં આવતા
પ્રજાલક્ષી પ્રશ્નોના પણ જવાબ આપવાનું ટાળી દેવામાં આવે છે.૧૬ વર્ષમાં  વિપક્ષના ૧૭ કોર્પોરેટરો તરફથી ૧૧૯ પ્રશ્નો
પુછવામાં આવ્યા હતા આ પૈકી માત્ર ૧૧ પ્રશ્નોના જવાબ અપાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર જે જી.પી.એમ.સી.એકટની
જોગવાઈઓ ઉપર ચલાવવામાં આવી રહયુ છે.એ એકટની કલમ-૪૪ મુજબ ચૂંટાયેલા દરેક
કોર્પોરેટરને પ્રજાલક્ષી તથા વહીવટી તંત્ર વિશે જાણકારી મેળવવાનો અને એ માહિતી
લોકો સમક્ષ મુકવાનો હક અને અધિકાર છે.એડવોકેટ અતિક સૈયદની મળેલી પ્રતિક્રીયા મુજબ, કોર્પોરેટરો
મ્યુનિસિપલ કમિશનરને  મ્યુનિ.બોર્ડ બેઠકમાં
પ્રશ્ન પુછી શકે છે.જેનો જવાબ મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
તરફથી આપવામાં આવતો હોય છે.

વર્ષ-૨૦૦૬-૦૭થી વર્ષ-૨૦૨૦-૨૧ સુધીમાં વિપક્ષ તરફથી ક્રીશ્ના
ઠાકર ઉપરાંત રફીકશેખ, લિયાકત
ઘોરી, અતુલ
પટેલ, સુરેન્દ્રબક્ષી, ગણપત પરમાર, મંગળસુરજકર, ઈકબાલ શેખ, શરીફખાન દૂધવાળા, મુસ્તાક ખાદીવાલા
તેમજ  અર્ચના મકવાણા, દિનેશ શર્મા, ઈનાયત સૈયદ, શાહનવાઝ શેખ તેમજ
આતીયા શેખ, વિનોદ
કંથારીયા ઉપરાંત હાજી અસરાર બેગ તરફથી કુલ ૧૧૯ પ્રશ્ન પ્રજાલક્ષી માહિતી માટે
પુછવામાં આવ્યા હતા.આ પૈકી માત્ર ૧૧ પ્રશ્નના જવાબ જ આપવામાં આવ્યા છે.કોર્પોરેટર
બોર્ડ બેઠકમાં હાજર નથી અથવા તો સવાલ ના વાંચતા સહિતના અલગ અલગ કારણો આપી વિપક્ષના
કોર્પોરેટરો તરફથી પુછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવાનુ ટાળી દેવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.