બે ગઠિયાએ રાજકોટના કારખાનેદારનું ફેક વ્હોટ્સએપ બનાવી નાણાં ખંખેર્યા, વેપારીને જાણ થતા ભાંડો ફૂટ્યો - At This Time

બે ગઠિયાએ રાજકોટના કારખાનેદારનું ફેક વ્હોટ્સએપ બનાવી નાણાં ખંખેર્યા, વેપારીને જાણ થતા ભાંડો ફૂટ્યો


ગોંડલ ચોકડી પાસે ઓમ તીરૂપતી બાલાજી પાર્ક શેરી નં.3માં રહેતા અને પરમધામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓમકાર ઈન્ટરનેશનલ નામે હાર્ડવેરનો વેપાર કરતા મોહિત ભરતભાઈ લાંભીયા (ઉ.વ.30)ની પેઢીના નામનું બે ગઠીયાઓએ બોગસ વ્હોટ્સએપ પ્રોફાઈલ બનાવી જીએસટી નંબરનો ઉપયોગ કરી ત્રણેક પાર્ટીઓ પાસેથી ઓર્ડર લઈ પૈસા પડાવી લીધાનું ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે બે આરોપીની ઓની ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.