ટ્રાફિક પીઆઈ સાથે ગેરવર્તન કરનાર બાઈક ચાલક સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો - At This Time

ટ્રાફિક પીઆઈ સાથે ગેરવર્તન કરનાર બાઈક ચાલક સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો


કિશાનચોક પાસે મોડી રાતે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં હતાં ત્યારે ત્રિપલ સવાર બાઈક ચાલક વિફર્યો હતો અને ટ્રાફિક પીઆઈ સાથે ગેરવર્તન કરતાં બાઈક ચાલક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો. જે બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બનાવ અંગે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જિતેશ દાફડાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાઈક નં. જીજે-03-ડીઆર-9483 ના ચાલક વિમલ શાંતિલાલ પીઠડીયા (રહે. ગાંધીગ્રામ, જીવંતીકા મેઈન રોડ) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.15 ના રાત્રીના સમયે તેઓ કીશાનપરા ચોક પર ટ્રાફિક પીઆઈ એમ.જી.વસાવાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ સાગર કૌશીકભાઈ, એભલભાઈ સહિતનો સ્ટાફ કીશાનપરા ચોક પર વાહન ચેકીંગમાં ડ્રાઇવમાં હતા તે તે દરમિયાન બાલભવનના ગેઇટ તરફથી એક ત્રણ સવારીમાં બાઈક ચાલક નીકળતા તે ત્રીપલ સવારી બાઈક ચાલકને રોકેલ અને તે બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ જોતા જેના નં.GJ-03-DR-9483 હતાં. તે બાઈકનું ડ્રાઇવીંગ કરતા માણસ પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ તથા બાઇકને જરૂરી કાગળો માંગતા તેમણે જણાવેલ કે, મારી પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ તથા બાઈકના કાગળો મારી સાથે નથી અને ઘરે પડેલ છે.જેથી તેમને કહેલ કે, તમે તમારા મોબાઇલમાં વ્હોટસએપ માં તમારૂ ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળો મંગાવી આપોનું કહેતાં તે બાઈકના ચાલકે કહેલ કે, તમારે કાગળો જોવા હોય તો મારી સાથે ચાલો તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ હતો. ત્યાં હાજર પીઆઈ એમ.જી.વસાવા પણ દોડી આવેલ અને તેમની પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ માંગતા તેમને કહેલ કે, મારી પાસે હાજરમાં ડ્રાઈવીંગ લાઇસન્સ નથી. જેથી પીઆઈએ દંડ ભરી દેવાનું કહેતાં બાઈક ચાલક ઉશ્કેરાયો અને કહેલ કે, મારે દંડ નથી ભરવો. જેથી તેને તમારી બાઈક ડીટેઈન કરશું કહેતાં બાઈક ચાલક ઉશ્કેરાઈ જઈ ઉંચા અવાજે વાત કરી ગાળો આપી કહેવા લાગેલ કે, તમને ડીટઇન કરવાની સત્તા નથી અને આ મારી ગાડી છે તેમ કહી બોલાચાલી કરવા લાગેલ હતો.
બાદમાં પીઆઈએ બાઈક ચાલકનું નામ પુછતા વિમલ શાંતીલાલ પીઠડીયા જણાવતાં તેનું બાઈક ડિટેઇન કરતાં તે પોતાનું બાઈક મૂકી ભાગી ગયો હતો. બનાવ અંગેની વિડીયો વાયરલ થતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.