બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધોરણ 10 રેકોર્ડ બ્રેક પરિણામ 98.45% ટકા આવ્યું - At This Time

બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધોરણ 10 રેકોર્ડ બ્રેક પરિણામ 98.45% ટકા આવ્યું


બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધોરણ 10 રેકોર્ડ બ્રેક પરિણામ 98.45% ટકા આવ્યું

આજરોજ ધોરણ 10 એસ.એસ.સી. બોર્ડનું પરિણામ જાહેર થતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ બોટાદના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો અનેરો આનંદ જોવા મળ્યો . ગુજરાત બોર્ડનું પરિણામ 82.56% ની સાથે બોટાદ જિલ્લાનું પરિણામ 85.88% જાહેર થયેલ છે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદનું મર્યાદિત સંખ્યામાં જ રેકોર્ડ બ્રેક પરિણામ 98.45% પ્રાપ્ત કરેલ છે આ સાથે જ શાળાના ધોરણ 10 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સામે 40% વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ મેળવેલ છે શાળામાં કુલ A1 ગ્રેડ મેળવનાર 6 વિદ્યાર્થી અને A2 ગ્રેડ મેળવનાર 45 વિદ્યાર્થીઓ સાથે તમામ વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ આ તકે શાળામાં ઉચ્ચ સિદ્ધિ મેળવનારા તમામ વિદ્યાર્થીઓનું કંકુ ચોખા ફૂલહારથી અભિવાદન કરી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો તેમ જ રીઝલ્ટ સેલિબ્રેશન કેક નું કટીંગ કરી તથા પેંડા ખવડાવી દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓનું મોહ મીઠું કરાવવામાં આવેલ. સફળતા મેળવનાર વિદ્યાર્થીઓના અભિપ્રાય આપતા વિદ્યાર્થીઓએ સંસ્થાના વડા શ્રી માધવ સ્વામીના સતત આધ્યાત્મિક શૈક્ષણિક માર્ગદર્શન તથા સ્માર્ટ વિભાગ ના સંચાલક રવિરાજસર અને તેમની સમગ્ર શિક્ષકોની ટીમની કાર્યપ્રણાલી, સતત મૂલ્યાંકન, કઠોળ પરિશ્રમ અને સત્ય નિષ્ઠાની વાત કરી જે સાથે માતા પિતાના અવિરત સહકારની પણ વાત કરવામાં આવી.વિદ્યાર્થીઓને અપેક્ષા કરતાં ખૂબ જ ઊંચું પરિણામ આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખોમાં હર્ષના આંસુ વહી રહ્યા હતા આ તકે દરેક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને સંસ્થાના વડા શ્રી માધવ સ્વામી અને સ્માર્ટ વિભાગના સંચાલક રવીરાજ સર તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.