લીલીયા મોટા ખાતે ગાયત્રી મંદિર સામે ગુજરાત ગેસની પાઇપલાઇન માં થયું લીકેઝિંગ
ગેસ લીકેજિંગ ની જાણ સ્થાનિક તંત્ર મામલતદાર, ટીડીઓ,સરપંચ,ને થતા ગણતરીની મિનિટોમાં પહોંચ્યા ઘટના સ્થળે
લીલીયા મોટા ના અમરેલી રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે ગુજરાત ગેસની લાઈન માંથી પી.એન.જી.ગેસની લાઈનમાં પડ્યું ભંગાણ પી.એન.જી ગેસ નીકળવા થી આગ લાગી આગ લાગવાથી તાત્કાલિક વીજ પુરવઠો કરાયો બંધ સવારના 08:45 મિનિટે ઘટના ઘટી અને આ ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર ગણતરી ની મિનિટો મા પહોચ્યું ઘટના સ્થળે લાઈન તૂટતાં એકાદ કલાક ગેસ રિલીઝ થયો ગુજરાત ગેસ દ્વારા લાઈન જમીન માં ઉપર નાખવામાં આવેલ હોવાથી ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ કોઈ મોટી જાન હાનિ થાય તે પહેલાં લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા ને બનાવ ની તાત્કાલિક જાણ કરાતા ગ્રામ પંચાયતના જેટિંગ મશીન ના ટાંકા થી પાણીનો મારો ચલાવીને આગ ઠારવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક તંત્ર તાત્કાલિક ગણતરી ની મિનિટો માં પહોચ્યું ઘટના સ્થળે જેમાં મામલતદાર દેસાઈ,નાયબ મામલતદાર પંકજ બારૈયા, ટીડીઓ તુષાર રાદડીયા, ટાઉન પોલીસ અધિકારી ગૌતમ ભાઈ ખુમાણ, પીજીવીસીએલ ના કર્મચારીઓ ગુજરાત ગેસના કર્મચારીઓ સહિત લીલીયા ના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ પહોંચ્યા ઘટના સ્થળે ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા લીકેજિંગ નું સમારકામ શરૂ કરાયું તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટ
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.