'મહાકાલ' લખેલા, 'ત્રિપુંડ' ચીતરેલા શ્રદ્ધાળુઓના બરમુડા ઉતરાવ્યા:ઉજ્જૈન મહાકાલ મંદિરમાં એક ડઝન લોકો અભદ્ર ડ્રેસ પહેરીને ઘૂસ્યા, પૂજારીએ દર્શન કરતાં અટકાવ્યા - At This Time

‘મહાકાલ’ લખેલા, ‘ત્રિપુંડ’ ચીતરેલા શ્રદ્ધાળુઓના બરમુડા ઉતરાવ્યા:ઉજ્જૈન મહાકાલ મંદિરમાં એક ડઝન લોકો અભદ્ર ડ્રેસ પહેરીને ઘૂસ્યા, પૂજારીએ દર્શન કરતાં અટકાવ્યા


થોડા સમય પહેલાં દરેક મંદિરની બહાર એવાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં કે મહિલાઓ, છોકરીઓએ ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. જોકે એ સમયે આના પર સખત ધ્યાન આપવામાં આવ્યું અને ટૂંકાં વસ્ત્રો પહેરીને આવતી બહેનો શિસ્તબદ્ધ રીતે દર્શને જતી, પરંતુ આ બધા પર ધ્યાન આપવાના બદલે લોકો ખુદ પર ધ્યાન આપવાનું ભૂલી ગયા. આપણો ભારત દેશ સંસ્કૃતિમાં માનનારો દેશ છે. અહીં લોકો ધર્મ સાથે લાગણીથી જોડાયેલા છે, પણ ઘણીવાર એવું થાય કે કંઈક સામાન્ય અથવા મોટી ઘટનાને લીધે લોકોની લાગણીને ઠેસ પહોંચતી હોય છે. ક્યારેક ધર્મ પર નિવેદનથી, તો ક્યારેક જાતિ સંબંધિત શબ્દો ઉચ્ચારવાથી તો ક્યારેક ભગવાનના નામવાળાં કપડાં પહેરવાથી પણ લાગણી દુભાય છે. બાદમાં થાય શું? વિરોધપ્રદર્શન, માફીની માગ વગેરે જેવું ચાલતું હોય છે. ત્યારે હાલમાં ઉજ્જૈનનો એક કિસ્સો સામે આવ્યો છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં 12થી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ કરે એ પહેલાં જ તેમનાં કપડાં ઉતારી લેવામાં આવ્યાં. થયું એવું કે આ શ્રદ્ધાળુઓએ ચડ્ડા (બરમુડા) પહેર્યા હતા, જેના પર મહાકાલ લખેલું હતું અને ત્રિપુંડ પણ બનેલું હતું. મંદિરના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓએ શુક્રવારે સવારે આવા લોકોને પરિસરમાં જ અટકાવી લીધા હતા. મંદિરમાં ડ્રેસકોડ લાગુ કરવો જોઈએ
સ્ટાફે ભક્તોને આવાં કપડાં પહેરીને મંદિરમાં ન આવવા સૂચના આપી છે. મંદિરના મહેશ પૂજારીએ પણ કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું, આવાં કપડાં પહેરવાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. મંદિરમાં ડ્રેસકોડ લાગુ કરવો જોઈએ. ચડ્ડા પહેરેલા ભક્તો એક્શન જોઈને સંતાવા લાગ્યા
શુક્રવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ઘણા ભક્તો તેમના પર મહાકાલ લખેલા ચડ્ડા પહેરીને મંદિર પહોંચ્યા હતા. આ જોઈને ગર્ભગૃહ નિરીક્ષક ઉમેશ પંડ્યા અને મંદિર સમિતિની સુરક્ષા સંભાળતા KSS સુરક્ષા ઈન્ચાર્જ વિષ્ણુ ચૌહાણે કાર્યવાહી શરૂ કરી હતી. ચડ્ડા પહેરીને મંદિરમાં પ્રવેશતાં 12થી વધુ લોકો ઝડપાયા હતા. કેટલાક લોકોનાં સ્થળ પર જ કપડાં ઊતરાવામાં આવ્યાં હતાં. આ પછી ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો અહીં-તહીં છુપાઈને મંદિરમાં પ્રવેશવા લાગ્યા. જોકે જે ભક્તોના ચડ્ડા કાઢી નાખવામાં આવ્યા હતા તેમને પહેરવા માટે કપડાં પણ આપવામાં આવ્યાં હતાં. આ પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ મામલે મહાકાલ મંદિરના સંચાલક ગણેશ ધાકડે કહ્યું હતું કે હું અત્યારે બહાર છું. આ કાર્યવાહી કોણે કરી છે એ આવ્યા પછી જ કંઈક કહી શકીશ. પૂજારીઓએ વિરોધ કર્યો
ઘણી વખત એવું સામે આવ્યું છે કે લોકો મંદિરમાં મહાકાલ લખેલાં કપડાં પહેરીને પ્રવેશ્યા હોય છે. ઘણી વખત મંદિરના પૂજારીઓએ પણ આનો વિરોધ નોંધાવ્યો છે. જોકે મંદિરમાં આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત કરવામાં આવી છે. પૂજારીએ કહ્યું- મંદિરમાં ડ્રેસકોડ લાગુ કરવો જોઈએ
મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ડ્રેસકોડ લાગુ કરવાની માગ કરી રહ્યા છે. મોટાં મંદિરોમાં પણ આવું થાય છે. દરરોજ એવું જોવા મળે છે કે પુરુષો ટૂંકા ચડ્ડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરે છે. ઘણાં કપડાં મંદિર માટે યોગ્ય નથી. એ જ રીતે છોકરીઓ પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરે આવે છે. આ બધાં પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. મંદિરની આસપાસની દુકાનોમાં કપડાં ઉપલબ્ધ
મહાકાલ મંદિરની આસપાસ ધાર્મિક વસ્ત્રોની મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે. મહાકાલ લખેલા ટી-શર્ટ, દુપટ્ટા, શર્ટ, કુર્તા, શોર્ટ્સ વગેરે અહીં ઉપલબ્ધ છે. ભક્તો આ પહેરીને મહાકાલ મંદિરમાં પ્રવેશ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.