પ્રમુખપદની ચૂંટણી:ટ્રમ્પ જીતશે તો બંધારણનો અંત લાવી દેશે, સરમુખત્યાર બનીને રાજ કરશે: કમલા હેરિસ - At This Time

પ્રમુખપદની ચૂંટણી:ટ્રમ્પ જીતશે તો બંધારણનો અંત લાવી દેશે, સરમુખત્યાર બનીને રાજ કરશે: કમલા હેરિસ


અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતમાં લોકસભાની ચૂંટણી ટાણે બંધારણનો મુદ્દો ચગ્યો હતો તેમ ત્યાં પણ બંધારણનો મુદ્દો ઉછળ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે વર્તમાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો બંધારણને ખતમ કરી નાખશે તેવો આક્ષેપ કર્યો છે. હેરિસે મંગળવારે ડેલવેયરમાંથી પ્રચાર અભિયાન શરૂ કરતાંની સાથે જ ટ્રમ્પ પર હુમલો કરતાં કહ્યું કે હું ટ્રમ્પને સારી રીતે ઓળખું છું. હવે આપણી લડાઈ આપણા ભવિષ્યની અને આપણી સ્વતંત્રતાની લડાઈ છે. અગાઉ તેમણે કહ્યું હતું કે મારા જીવનની આ સૌથી મહત્ત્વની ચૂંટણી છે. આપણે કોઈ પણ ભોગે ટ્રમ્પને રોકવાના છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકાનું બંધારણ ખતમ કરી નાખશે. ટ્રમ્પ સરમુખત્યાર બની જશે. આપણે બધાને જેલમાં જવું પડશે. પીડિત વર્ગોના તમામ અધિકારો છીનવાઈ જશે. કમલા હેરિસનું સમર્થન કરવા રાષ્ટ્રપતિ બાઇડેને પોતાની ટીમ અને સમર્થકોને ફોન કરીને અપીલ કરી છે. બાઇડેને કહ્યું હતું કે મને ખબર છે કે આ બહુ અઘરું છે કારણ કે તમે જીતવામાં મદદ કરવા માટે તમારું હૃદય અને આત્મા મને અર્પી દીધા છે. હવે ટિકિટ પર નામ બદલાઈ ગયું છે પરંતુ મિશન નથી બદલાયું. કમલાએ 24 કલાકમાં 81 મિલિયન ડૉલર એકઠા કર્યા અમેરિકાના સટ્ટાબજારમાં ટ્રમ્પ આગળ પરંતુ કમલા હેરિસની હરણફાળ
અમેરિકાના સટ્ટાબજારમાં કમલાને મોટી લીડ મળી છે. અમેરિકન બેટફેયરના મતે હુમલાના દિવસે ટ્રમ્પ 63%એ હતા જ્યારે બાઇડેન અને કમલા હેરિસ, બંને 12-12%એ હતા. હુમલા પછી સહાનુભૂતિ મળવાને કારણે 16 જુલાઈએ ટ્રમ્પની જીતની સંભાવના 70% થઈ હતી અને બાઇડેન 15% તથા કમલા 6%એ પહોંચ્યાં હતાં. જોકે 21 જુલાઈએ બાઇડેન રેસમાંથી ખસી જતાં બાજી પલટાઈ ગઈ અને ટ્રમ્પને 8%નું નુકસાન થયું અને તેઓ 62%એ પહોંચી ગયા. બીજી તરફ કમલા હેરિસ 23% પર આવી ગયાં. હાલમાં ટ્રમ્પની જીતની સંભાવના 63% છે પરંતુ કમલા પણ 29%એ પહોંચ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.