મેચ હારી ગયા તો શિક્ષકે ખેલાડીઓને લાત મારી:વાળ ખેંચીને થપ્પડ મારી; તમિલનાડુમાં સલેમની ઘટના; આરોપી ટીચર સસ્પેન્ડ
તમિલનાડુના સલેમમાં એક શિક્ષકે ફૂટબોલ મેચ હાર્યા પછી ખેલાડીઓને ખરાબ રીતે માર્યો. મેચ હારી ગયા બાદ શિક્ષકે ખેલાડીઓને લાત મારી હતી. શિક્ષક આટલે જ આટક્યા નહોતા, તેમણે વાળ ખેંચીને થપ્પડ પણ મારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો 10 ઓગસ્ટથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાનગી સ્કૂલના આ પીટી શિક્ષકનું નામ અન્નામલાઈ છે. વીડિયો સામે આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે આ વીડિયો ક્યારેનો છે તે અંગેની માહિતી સામે આવી નથી. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સલેમના મુખ્ય શિક્ષણ અધિકારી (CEO) એમ. કબીરે જણાવ્યું હતું કે શિક્ષકને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી. ખેલાડીઓને નીચે બેસાડ્યા, બીજા શિક્ષકો જોતા જ રહ્યા
અન્નામલાઈ પણ બાળકો સાથે દુર્વ્યવહાર કરતા હતા. તે દરેક ખેલાડી પાસે ગયા, તેમણે કહ્યું કે તેઓએ ક્યાં ભૂલ કરી છે. આ પછી તેમણે બધા ખેલાડીઓને એક પછી એક થપ્પડ મારી. કેટલાકના વાળ પણ ખેંચ્યા હતા. આ દરમિયાન સ્કૂલના અન્ય બાળકો અને શિક્ષકો પણ ત્યાં હાજર હતા. જો કે આ દરમિયાન કોઈએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. અન્નામલાઈ 22 વર્ષથી સ્કૂલમાં શિક્ષક હતા
અન્નામલાઈ કોલાથુરની એક ખાનગી સ્કૂલમાં પીટીના શિક્ષક હતા. સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર અન્નામલાઈ છેલ્લા 22 વર્ષથી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરી રહ્યા હતા. વીડિયોમાં તેમના આવા વર્તનથી સ્કૂલની છબી ખરડાઈ છે. અન્નામલાઈએ તેમના આવા વર્તન બાબતે ખુલાસો આપ્યો હતો, પરંતુ તેને નકારી દેવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.