ભારત પુરાવા આપે તો ઝાકીર નાઈકને સોંપીશું:મલેશિયાના વડાપ્રધાને ભારતની ભૂમિ પરથી કહ્યું- આશા છે લઘુમતીઓ સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવશે - At This Time

ભારત પુરાવા આપે તો ઝાકીર નાઈકને સોંપીશું:મલેશિયાના વડાપ્રધાને ભારતની ભૂમિ પરથી કહ્યું- આશા છે લઘુમતીઓ સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવશે


મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ભારતની મુલાકાતે છે. તેમણે ઝાકીર નાઈકના પ્રત્યાર્પણ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો પૂરતા પુરાવા રજૂ કરવામાં આવશે તો તેઓ ઝાકિર નાઈક વિરુદ્ધ કાર્યવાહી કરવા પર વિચાર કરી શકે છે. મલેશિયન વડાપ્રધાને ભારતની ભૂમિ પરથી લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારને 'કેટલાક ગંભીર મુદ્દાઓ'નો સામનો કરવો પડે છે જેમાં એક મુદ્દો લઘુમતીઓ અને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ભારતના આંગણેથી કહ્યું કે, અત્યાર સુધી ભારતે ઝાકીર નાઈકનો મામલો ઉઠાવ્યો નથી. વડાપ્રધાન મોદીએ ઘણા વર્ષો પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, આ કોઈ એક વ્યક્તિ માટે નહોતો પણ આતંકવાદ માટે હતો. ભારતના પ્રવાસે આવેલા મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે લઘુમતીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારને 'કેટલાક ગંભીર મુદ્દાઓ'નો સામનો કરવો પડે છે જે લઘુમતીઓ અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત લઘુમતીઓના સાથે વ્યવહાર કરવામાં તેની યોગ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. દિલ્હીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સના એક કાર્યક્રમમાં બોલતાં મલેશિયાના વડાપ્રધાને કહ્યું, 'હું એ હકીકતને નકારતો નથી કે તમને (ભારત સરકાર) લઘુમતીઓ અથવા ધાર્મિક લાગણીઓને અસર કરતી કેટલીક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ અમે આશા રાખીએ છીએ કે ભારત આનો સામનો કરવા માટે તેની યોગ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તેમણે વધુમાં કહ્યું કે, 'મેં પીએમ મોદીને પણ આ વાત જણાવી છે કે એક સમય એવો હતો જ્યારે નેહરુ, ઝોઉ એનલાઈ (ભૂતપૂર્વ ચીનના વડાપ્રધાન), સુકર્નો (ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ) અને જુલિયસ નેયેરે (તાન્ઝાનિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) સાથે મળીને લડ્યા હતા. સંસ્થાનવાદ સામે અને સામ્રાજ્યવાદ સામે વૈશ્વિક દક્ષિણ માટે ઊભા થયા, આપણે માનવતા, સ્વતંત્રતા અને પુરુષો અને સ્ત્રીઓના ગૌરવને ઓળખીએ તેની ખાતરી કરવા માટે લડ્યા. મલેશિયાએ કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો
ઈબ્રાહિમે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ધીમે ધીમે પાટા પર ચડી રહ્યા છે. જ્યારે ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે મલેશિયાના તત્કાલિન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે તેની ટીકા કરી હતી. નાગરિકતા સંશોધન બિલ (CAA) અંગે પણ મહાતિરે ભારતને ઘેર્યું હતું. ભારતે આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો અને મલેશિયામાં તેલની નિકાસ બંધ કરી દીધી હતી.
પણ હવે ભારત-મલેશિયાના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે, જો કે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈક આ દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવામાં મોટો અવરોધ છે. નાઈક ​​2016માં ભારતથી મલેશિયા ભાગી ગયો હતો અને મલેશિયાએ તેને 2018માં આશ્રય આપ્યો હતો. નાઈક ​​પર ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરિંગ અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. EDએ 2019માં ટેરર ​​ફંડિંગ કેસમાં ઝાકીર નાઈક સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ઝાકીર નાઈક પર મલેશિયાના PMએ શું કહ્યું?
મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમે પણ પોતાની ભારત મુલાકાત દરમિયાન ઝાકીર નાઈકને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત નાઈક વિરુદ્ધ પૂરતા પુરાવા આપે તો તેમની સરકાર નાઈકને ભારતને પ્રત્યાર્પણ કરવા અંગે વિચારી શકે છે.પીએમ મોદી સાથેની તેમની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધોને અસર ન થવી જોઈએ. હું માનું છું કે આ એક મુદ્દો આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવાના માર્ગમાં ન આવવો જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.