ઓમપ્રકાશ રાજભરે કહ્યું- જો અખિલેશ પોતે ગઠબંધન તોડશે તો અમે નવું ગઠબંધન રચીશું - At This Time

ઓમપ્રકાશ રાજભરે કહ્યું- જો અખિલેશ પોતે ગઠબંધન તોડશે તો અમે નવું ગઠબંધન રચીશું


- 2 દિવસ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી આયોજિત ડિનરમાં ઓપી રાજભર શિવપાલ યાદવ સાથે સામેલ થયા હતાબલિયા, તા. 10 જુલાઈ 2022, રવિવારસુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન પર કહ્યું કે, જો અખિલેશ યાદવ પોતે ગઠબંધન તોડીને કહે કે, અમે તમારી સાથે નહીં રહીએ તો નવું ગઠબંધન બનાવવામાં આવશે. આ દરમિયાન ઓપી રાજભરે બહુજન સમાજ પાર્ટી એટલે કે, માયાવતી સાથે ગઠબંધનના પણ સંકેત આપ્યા છે. ઓપી રાજભરે કહ્યું કે, માયાવતી સિવાય પણ અન્ય પાર્ટીઓ ગઠબંધન માટે વિકલ્પ રૂપે છે. તેમણે શિવપાલ યાદવનું પણ નામ લીધું. તેમણે કહ્યું કે, ગઠબંધન માટે શિવપાલ યાદવ અને માયાવતીની પાર્ટી છે ત્યાં પણ જોર લગાવી શકાય છે.જો કે, ભાજપા સાથે ગઠબંધન પર તેમણે કહ્યું કે, અન્ય પાર્ટીઓ પણ છે સમય પર તેમના પર પણ વિચાર કરવામાં આવશે. ઓમપ્રકાશ રાજભરે મહાગઠબંધનમાં કોઈપણ પ્રકારની દરારને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, અમારા તરફથી કોઈ દરાર નથી. ગઠબંધન આગળ કેવી રીતે સારું પ્રદર્શન કરે તેના માટે આપણે એસી રૂમમાંથી બહાર નીકળીને રાજનીતિ કરવાની સલાહ સમાજવાદી પાર્ટીના નેતાઓને આપી હતી. ઓપી રાજભરે બહુજન સમાજ પાર્ટીનું ઉદાહરણ આપતા કહ્યું કે, બસપા પણ એસી રૂમમાંથી જ રાજનીતિ કરી રહી હતી અને આજે એક બેઠક પર આવી ગઈ છે. એટલા માટે આ પ્રકારની રાજનીતિથી બચવાની જરૂર છે. રાષ્ટ્રપતિ પદ માટે યૂપીએના ઉમેદવાર યશંવત સિન્હા ગુરૂવારે લખનૌમાં હતા. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓની એક બેઠક આયોજિતસ કરવામાં આવી હતી જેમાં ઓપી રાજભરને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. ત્યારબાદથી તેઓ નારાજ હતા અને તેમણે પાર્ટીની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. બેઠક પહેલા ગઠબંધન સંબંધિત એક પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે, તેઓ અખિલેશ યાદવથી છૂટાછેડા મળવાની રાહ જોઈ રહ્યા છે, હું ગઠબંધન છોડવા માટે મારા તરફથી કોઈ પહેલ નહીં કરું.યોગીના ડિનરમાં શિવપાલ સાથે સામેલ થયા હતા રાજભરતમને જણાવી દઈએ કે, 2 દિવસ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી આયોજિત ડિનરમાં ઓપી રાજભર શિવપાલ યાદવ સાથે સામેલ થયા હતા. NDAની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ શુક્રવારે યુપીની રાજધાની લખનૌ પહોંચ્યા હતા. ત્યાં તેમણે બીજેપી અને સહયોગી દળો પર સમર્થન માંગ્યું હતું.  NDA ઉમેદવારના સમ્માનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાત્રિ ડિનરનું આયોજન કર્યું હતું. તેમાં સુભાસપા પ્રમુખ ઓમપ્રકાશ રાજભર, શિવપાલ યાદવ, રાજા ભૈયા અને બસપાના ધારાસભ્યો પણ સામેલ થયા હતા. આ સાથે સપા ગઠબંધનમાં પણ તિરાડ વધશે તેમ માનવામાં આવી રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.