જસદણ નગરપાલિકાના કારણે કોઈ મોટો અક્સ્માત સર્જાશે: કોઈ જીવ ગુમાવે તે પહેલા સ્પીડબ્રેકર બનાવે - At This Time

જસદણ નગરપાલિકાના કારણે કોઈ મોટો અક્સ્માત સર્જાશે: કોઈ જીવ ગુમાવે તે પહેલા સ્પીડબ્રેકર બનાવે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં બધું લોલમલોલ ચાલતું હોવાની પ્રજાને અનુભુતિ થઈ રહી છે ત્યારે સતત ટ્રાફીકથી ધમધમતો હોસ્પિટલરોડ પર સરખાં સ્પીડબ્રેકર ન હોવાથી કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં નગરપાલિકા નુ જવાબદાર તંત્ર જાગે એવું લોકો ઈચ્છી રહ્યાં છે જસદણ સરકારી હોસ્પિટલમાં દરરોજ દર્દીઓનો જમાવડો રહે છે બીજી બાજું આ રોડ જુનો બાયપાસ રોડ હોય આજુબાજુ બહોળી સંખ્યામાં રહેણાંક બેન્કો અને ખાસ કરીને આ રોડ જુના નવા બસસ્ટેન્ડને જોડતો હોવાથી દરરોજ હજજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે બિલ્ડરોને ગમે ત્યાં ગમે એવાં બાંધકામની મંજૂરી આપતાં નગરપાલિકાના વહીવટદાર અને ચિફ ઓફીસર કોઈ જીવ ગુમાવે તે પહેલાં સરકારી હોસ્પિટલ નજીક વાહન ઠેકાડીને જઈ ન શકે એવાં યોગ્ય કદનાં સ્પીડબ્રેકર બનાવે એવી લોકોમાં માંગ ઊઠવા પામી છે. અત્રે નોંધનીય છે કે જસદણના ચિત્તલિયા કુવારોડ પર આવેલ ભાડવાડીના મેઈનરોડ પર સ્થાનિકોએ તેમનાં ઘર પાસેથી કોઈ વાહનો પસાર ન થાય તે માટે ચાર પાઈપ જમીનમાં ખોસી દઈ રસ્તો બંધ કરી દીધો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ વિરોધ દર્શાવી નગરપાલિકા ને જાણ કરતાં નગરપાલિકા તંત્રએ આ પાઈપો દુર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો પણ નગરપાલિકાની કાર્યવાહી બાદ ફરી બે પાઈપો ગોઠવી પથ્થરની આડશ કરી ફરી એકવાર આ રસ્તો બંધ કરવામાં આવતાં લોકોને જસદણમાં જંગલરાજની પ્રતીતિ થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.