*સાબરકાંઠા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩*
*સાબરકાંઠા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩*
************
વર્ષ-૨૦૨૩ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજી મંગાવવામાં આવે છે.
(૧)શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ
(૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
(૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફીસર્સ
“રાષ્ટ્રીય કક્ષા” તેમજ “રાજ્ય કક્ષા” ના પારિતોષિક માટેની અરજી નિયત નમુનામાં અલગ અલગ રજૂ કરવાની રહેશે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી અથવા જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર, જિ- સાબરકાંઠા થી "વિના મૂલ્યે" મળી શકશે .અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ માસ ની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવી. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબ ની પૂરેપૂરી વિગતો જણાવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણ સામેલ કરવા.
અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર, જિ- સાબરકાંઠાને મોડામાં મોડા તા૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણ સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગતો વાળી/નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ એમ રોજગાર અધિકારી શ્રી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.