છેલ્લા છ માસથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ - At This Time

છેલ્લા છ માસથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ


મે.મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા.૧૬/૦૩/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી ડ્રાઇનું આયોજન કરેલલ હોય જે અનુસંધાને મે.ના.પો.અધિ.આ.શ્રી કમલેશ વસાવા સાહેલ નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર સુધી ડી.કે.ઠાકર નાઓએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને અપહરણ તથા ગુમ થયેલાઓને શોધી કાઢવા સુચના આપેલ.

જે અંતર્ગત બાલાસિનોર તાલુકા પો.સ્ટે. જા જો.નં.૨૦/૨૦૨૪ તા.૧૯/૦૯/૨૦૨૪ ના કામે જાહેરાત આપનાર હરદિપસિંહ કનકસિંહ ચૌહાણ નાઓએ જાહેરાત આપેલ કે,ગુમથનાર મિત્તલબેન ડો/ઓ કનકસિંહ ચૌહાણ ઉ.વ.૧૮ વર્ષ ૭ માસ રહે પાટડીયા તાબે પાંડવા તા.બાલાસિનોર જી.મહીસાગરનાઓ ગઇ તા.૧૮/૦૯/૨૦૨૪ ના રોજ ગુમ થયેલ છે.

જે આધારે ટેકનીલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ થી પોલીસ ઇન્સપેક્ટર ડી.કે.ઠાકર નાઓને હકીકત મળેલ કે, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ગુ.મ.જા.જો.નં. ૨૦/૨૦૨૪ ના કામે ગુમ થનાર મીત્તલબેન ડો/ઓ કનકસિંહ ચૌહાણ ઉ.વ.૧૯ રહે. પાટડીયા તાબે પાંડવા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓ હાલ અમદાવાદ ઓઢવ ખાતે રહેતા હોય તેવી ચોક્કસ માહિતી આધારે ગુમ થનારની તપાસ કરતા ગુમ થનાર યુવતી મળી આવેલ હોય જે છેલ્લા છ માસાથી ગુમ હોય જે ગુમ થનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીઓ

(૧)સુશ્રી ડી.કે.ઠાકર પોલીસ ઇન્સ્પેકટર

(૨) અ.હે.કો રમેશભાઇ માધાભાઇ

(૩) આ.લો.ર.જયેશભાઈ સુખાભાઇ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image