સુરેન્દ્રનગર એસ.ટી ડેપોની તમામ લોકલ રૂટોની બસો બંધ કરવામાં આવી છે.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખાસ કરી રાજકોટ નજીક બનાવવામાં આવેલા હીરાસર પાસેના એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવાનું છે ત્યારે 27 જુલાઈ અને 28 જુલાઈ એમ બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાલ તંત્ર દ્વારા પણ આ મુદ્દે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યની મુલાકાતે આવતા હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોવાના કારણે કાર્યકર્તાઓ નેતાઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા પણ આ મુદ્દે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હિરાસર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એરપોર્ટનું લોકાર્પણ બાદ બે દિવસ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ અને બેઠકોનું પણ વડાપ્રધાન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકોને લઈ જવા લાવવા માટે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો કાર્યક્રમમાં સહેલાઈથી પહોંચી શકે તે માટે એસટી બસો ફાળવવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોની પણ અંદાજિત 30થી વધુ બસો ફાળવી દેવામાં આવી છે ત્યારે બસ ફાળવવામાં આવતા સુરેન્દ્રનગર એસટી ડેપો પ્રભાવિત બન્યો છે ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારમાંથી આવતી બસો છે તે બે દિવસ માટે બંધ કરવામાં આવી છે અંદાજિત 30 થી વધુ રૂટની બસો બંધ કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ માટે સુરેન્દ્રનગર આવતા વિદ્યાર્થીઓને પણ બસો બંધ હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ ઉપરાંત નોકરીયાત વર્ગને પણ અપડાઉન માટે ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે કારણ કે તમામ રૂટની બસો આજથી બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં આ મુદ્દે બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે કે તમામ રૂટની બસો લોકલ બસો બંધ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.