લેઉવા પટેલ વિરાંગના નારી રત્નો ગંગા સ્વરૂપા કલુબાઈ રાદડિયા (જીરા) નો રાસડો વડીયા ના બરવાળા બાવીશી ના કડવી માં નો ધોકો
લેઉવા પટેલ વિરાંગના નારી રત્નો ગંગા સ્વરૂપા કલુબાઈ રાદડિયા (જીરા) નો રાસડો વડીયા ના બરવાળા બાવીશી ના કડવી માં નો ધોકો
લેઉવા પટેલ સમાજ ના નિર્ભય નીડર નારી રત્નો કલુબાઈ રાદડિયા અને કડવી માં હમેશા સ્ત્રી ને સમર્પણ સહનશીલતા અબળા અને તેના અવેતન કેળવાયેલ શ્રમ ખંત કરસકર ચીવટ જેવા ઉમદા ગુણો થી આદર્શ ઉપમા આપી દૈવી દર્શાવવા માં આવે છે અને વાસ્તવ માં દાસી જેવો દરજ્જો ભોગવતી આવી અસંખ્ય ભગિની નારી રત્નો ની જવલ્લે જ તેના સંઘર્ષ સાહસ બલિદાન અદમ્ય શોર્ય ની નોંધ લેવાય છે લેઉવા પટેલ સમાજ ના બંને નારી રત્નો એ ખેડૂતો ની લાચારી માટે નૈતિક હિંમત કરી ભાવનગર રાજ્ય પહેલી વહેલી ફારમ થઈ ત્યારે આકરી પડી ફારમ કારણે અનાજ કપાસ વગેરે ના ભાવ સસ્તા હતા એટલે પૂરી નહિ ભરી શકવાથી આખા રાજ્ય ના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા ખેડુતોની માલ મિલ્કત હરાર થવા છતાં ફારમ પુરી નહિ થવા ખેડૂતો ગામ છોડી ભાગવા માંડયા આ વખતે જીરા માં રાદડીયા કુટુંબની વિધવા ગંગા સ્વરૂપા વિરાંગના બાઈ કલુ રાદડિયા પોતાના નાના દીકરાને સાથે તેડી ગાડું જોડાવી ભાગનગર ગયા અને મહારાજા આગળ અરજ કરી તે અરજ કાગળમાં લખીને નહિ પણ પોતે રાસડામાં ગાઈને કરી રાસ સાંભળતાંજ મહારાજાનું મન પીગળી ગયું અને તેની વિસ વરસની ફારમ માફ કરી.
એ રાસડો નીચે પ્રમાણે છે.
ભાવનગર શહેર રળીયામણું રાજા તખ્તસિંહજી નું રાજ રે ભાવ ખાઓ પીઓ ને ધન વાવરો નાનેરો જુવાનસંગભાઈ રે ભાવ રાજાને ચાર રાણીયું પાંચમી ગઈ છે પ્રભાસરે.ભાવ.ગામનો ધણી તે ગોંડળ વસે કુંવર ટીલાત કેવાય રે ભાવ શામળદાસ દેસાઈ દિવાન નાગર કરે એનાં કામ રે.ભાવ વિઠ્ઠલદાસને તે ચારજ સોંપીયા કર્યા નંદલાલનાં થાય રે ભાવ બુધવારીએ બંગલે બિરાજતા સાંભળે લોકોની ફરિયાદ રે.ભાવ.ઠાકોર વજેસિંહજી હતા ગાદીએ તંઈ નીપજુંના નહિ પાર રે. ભાવ.ખોટા રાજા ને ખોટી નીતિયું તંઈ નીપજુંના નહિ પાર રે.ભાવ.દરબારે જંઈ આંખો વીંચીયું તોડયા પટેલોના પગાર રે.ભાવ પટેલ રોયા ધણી ધ્રુસકે, લોકથી કેમ ખમાય રે.ભાવ જીરા તે ગામ સવા લાખનું પટેલ માંડણ કહેવાય રે.ભાવ.એને વડવે રે તોરણ બાંધીયું તેને મેલ્યા મલક બાર રે ભાવ. કોઈ રૂએ ને કોઈ કળકળે કોકને ઝડ ઝડ ઝાળું થાય રે.ભાવ.કોઈ ભૂખ્યું ને કોઈ તરસ્યું છે કોકને દાતણ ભર કાઢયાં બાર રે.ભાવ ડાયે ડોબરીએ વાળાક મેલીયું, વસાવ્યું બોરાળું ગામ રે.ભાવ ગામની ચારે વાડું વાટ જોઈ રહી પટેલ મળવાને આવ રે.ભાવ મલપતી ધારીની ગાદીએ, સુબો સાબનો જમાઈ રે.ભાવ પાયે લાગોને ગાયકવાડને દાણા દઈને રાખ્યા વાસ રે.ભાવ નથી ગાયો રે બ્રાહ્મણ વાણીયો નથી ગાયો ચારણ ભાટે રે ભાવ ગાયો છે જીરા ગામની કણબણે ફારમ પંડ વેચાય રે ભાવ
આ રાહડા દ્વારા પ્રજા ની વ્યથા રજૂ કરી નિર્ભય નારી રતન કલુભાઈ રાદડિયા એ કરેલ હિંમત ઇતિહાસ ના પાને અંકિત છે દુઃખ ના દાવાનળ માંથી વિસ્તાર ને બહાર કાઢવા રાદડિયા કલુભાઇ એ દુઃખ માં દુઃખી થવું એ દુઃખ બેવડાવવા જેવું છે શિશુવય ના સંતાન રેકડા માં લઇ રાજ્ય વ્યવસ્થા સુધી અવાજ પહોંચાડી દેનાર આ વિરાંગના હિંમત અને સૂજ અને દુરંદેશી ને વારંવાર વંદન આવા જ વડીયા કુંકાવાવ તાલુકા ના લેઉવા પટેલ વીરાંગના કડવી ડોશી કે જેના થી ભૂપત બહાવટિયો પણ જેનાથી બીતો હોય એવા લીંબાભાઈ નકરાણી નાજ ગામમાં લીંબાભાઈ ઉપર છ વખત મારી નાખવા હુમલા થયા રામ રાખે તેને કોણ સાખે આ વિસ્તાર માં ખેડૂતો ની ઉપજ નીપજ ઝૂંટવી જનાર અને અનેક ખેડૂતો ની હત્યા કરનાર સામે આ કડવી ભગત નામે ઓળખાતા ડોશી રહે ભારે કાંઠાળા સાડા છ ફુટ ઊંચા અને એનાથી ઊંચેરી સાત ફૂટની લાકડી રાખે માથે પનિયું વીંટે અને આખી રાત ઉઘાડી સીમમાં પાણી વાળે સત્તાધારની પદયાત્રા કરે. પણ કોઈના બાપની બીક રાખે નહિ. હૈયું ફફડે નહિ. હરામખોરો તો એમનાથી છેટા ભાગે. એવા મરદના ફાડિયા જેવા મા ભવાની જેવાં જાજરમાન વ્યકિતત્વમાં જેનો જોટો જડે નહિ એવાં કડવી ડોશી અમરેલી જિલ્લામાં થઈ ગયાં. ઝાંસીની રાણી જેવી મર્દાનગી બતાવી હોય એવી વીરાંગનાઓનો ઈતિહાસ હજી લખવો બાકી છે એમ કડવીમાનું ચરિત્ર જોતાં લાગે છે ! જ્યારે રૈયત ઉપર ખૂબ રંજાડ વધતી ત્યારે શાસન કર્તા સામે નિર્ભયતા થી નીડર નારી રત્નો એ કરેલ સંઘર્ષ ઇતિહાસ ના પાને અંકિત છે
"પરાગ જો અંતર માં હશે તો એ પાંગરી ને કદી પુષ્પ ખીલશે મનોરથો સ્વપ્ન મહીં હશે તો સિદ્ધિ રૂપે કાર્ય વિષે પ્રગટશે"
આ બંને નારી રત્નો ના જીવન કવન સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે નેતા દયા વહીન થઈ ને પ્રજા નું શોષણ કરવા લાગે છે ત્યારે ધરતી માંથી રસક્સ ચાલ્યા જાય છે એક ખેડૂત સ્ત્રી એ આવી જ વ્યથા રાજવી કવિ કલાપી સમક્ષ શેરડી માંથી રસ નહિ નીકળતા કાવ્ય પંકતી વાગોળતા કહ્યું કે "નૃપ થયો દયા વહીન ધરા થઈ રસવહીન" નૃપ સામે રાહડા રજૂ કરનાર કલુબાઈ અને કડવી માં ના જીવન કવન નું કોઈ પણ એક આચરણ ઉત્તમ માનવ બનવા પર્યાપ્ત છે
સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર
9016333300/9429139422
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.