સરકારી બાબુઓની મીલીભગત આવી સામે સ્થળ પર હાજર શ્રમિકોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર નજરે પડયો
ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો છે. અને આમાં કામ કરતા મજૂરો માટે ગત વર્ષથી ડિજિટલ હાજરી ફરજિયાત હતી. પરંતુ જસદણ પંથકમાં ભ્રષ્ટાચાર આચરવા માટે ડિઝિટલ હાજરી અને સ્થળ પર હાજર શ્રમિકોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર નજરે પડયો હતો.તાલુકામાં હાલ દેવપરા બાખલવડ, હડમતીયા(ખાંડા), ભાડલા, બળધોઈ અને દહીંસરામાં ગામે મનરેગા થોજના હેઠળ કામ ચાલી રહ્યું છે જેમાંગેર હાજર લોકોની ખોટી હાજરી પુરી પેમેન્ટ કરી દેવાતું હોવાનું ખુલતાં ટીમ દેવપરા, બાખલવડ અને હડમતીયા ગામે પહોંચી હતી અને સ્થળ પર તપાસ કરતા માત્ર 52 લોકો જ હાજર હતા અને બાકીના લોકો ગેરહાજર હતા. હાજરીપત્ર પણ કોરેકોરા જોવા મળ્યા હતા. જ્યારે બાખલવડ ગામે 46 લોકોના બદલે 35 લોકો અને હડમતીયા(ખાંડા) ગામે 68 ના બદલે 60 લોકો જ હાજર હતા. જ્યાં હાજરીપત્રકમાં ગેરઆજર તમામ હાજરી પણ પૂરી નાખવામાં આવી હતી. વાસ્તવમાં જે લોકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવી હોય તેને આખો દિવસ હાજર રહેવું પડે છે અને તો જ તેમને વળતર મળે અને જો ફિઝિકલ હાજરી ન હોય તો તેમની ઓનલાઈન હાજરી પણ પૂરી શકાતી નથી. છતાં ગામના સરપંચ, તલાટી મંત્રી, મેટ, એપીઓ, ટેકનીકલ સ્ટાફ અને ટીડીઓ સહિતની મીલીભગતથી જસદણ પંથકમાં મનરેગા યોજનામાં છેલ્લા ઘણા દિવસોથી ખોટી હાજરી પૂરવાનું પડયંત્ર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આવું તો આજે સામે આવ્યું. પરંતુ આવું કેટલા સમયથી ચાલે છે તેની ન્યાથી તપાસ થાય તો અનેક સરકારી બાબુઓના તપેલા ચડી જાય તેમાં બે મત નથી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.