ફાયદાની વાત / FD ડિપોઝિટ પર જોઈએ 7.5 ટકા સુધીનું રિટર્ન તો આ બેંકમાં કરો રોકાણ! સીનિયર સિટીઝનને મળશે વધુ વ્યાજ - At This Time

ફાયદાની વાત / FD ડિપોઝિટ પર જોઈએ 7.5 ટકા સુધીનું રિટર્ન તો આ બેંકમાં કરો રોકાણ! સીનિયર સિટીઝનને મળશે વધુ વ્યાજ


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટ (RBI Repo Rate) માં વધારો કરવાના નિર્ણયથી, ઘણી બેંકો તેમની એફડી ડિપોઝિટ (FD Rates Hike) અને બચત એકાઉન્ટ (Saving Account) ના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. આ કડીમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક (Ujjivan Small Finance Bank) છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે 9 ઓગસ્ટ 2022 ના રોજ તેના એફડી વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

બેંકે આ વધારો 2 કરોડ રૂપિયાથી ઓછીની એફડી ડિપોઝીટ પર કર્યો છે. આ વધારાના નિર્ણયથી બેંક દેશના સામાન્ય નાગરિકોને એફડી પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકા વધુ વ્યાજ મળે છે. જો તમે પણ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી સ્કીમ (Ujjivan Small Finance Bank FD Rates) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને વિવિધ મુદત પર ઉપલબ્ધ વ્યાજ દર વિશે માહિતી આપી રહ્યા છીએ. આવો જાણીએ આ વિશે-

ઉજ્જીવન સ્મોલ ફાઇનેન્સ બેંકની FD પર ઉપલબ્ધ વ્યાજ દર

12 મહિના-7.20%

12-15 મહિના-7.40%

24 મહિના-7.30%

42-60 મહિના-7.40%

સતત ઘણા બેંક વધારી રહ્યા છે FDનો વ્યાજ દર

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપરાંત ઘણી બેંકોએ તેમના એફડી વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 5 ઓગસ્ટ, 2022ના રોજ, આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. હાલમાં રેપો રેટ 5.40 ટકા છે. રેપો રેટમાં વધારાને કારણે બેંકમાંથી લોન લેનારા ગ્રાહકો પર EMIનો વધારાનો બોજ વધી ગયો છે. આ સાથે બેંકે તેના જમા દરોમાં પણ વધારો કર્યો છે.

એફડી વ્યાજના દરમાં વધારો કરતી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI FD Rates Hike), એક્સિસ બેંક (Axis Bank), ઈન્ડસઈન્ડ બેંક (IndusInd Bank), ઈન્ડિયન ઓવરસીઝ બેંક (Indian Overseas Bank), કેનેરા બેંક (Canara Bank) વગેરે જેવી ઘણી બેંકોનો સમાવેશ થાય છે. આ સાથે PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (PNB HFC FD Rates Hike) જેવી ફાઇનાન્સ કંપનીઓએ તેમના વ્યાજદરમાં વધારો કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.