વિજાપુર ના દગાવાડિયા ભાગવત સપ્તાહ કથા નું આયોજન કરાયું
વિજાપુર તાલુકાના દગાવાડીયા ખાતે હરિભાઈ નરસંગભાઇ ચૌધરી ના પરિવાર દ્રારા થી સોમવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શરૂઆત થઈ છે 22 ડિસેમ્બરના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહની કથાનું વિરામ થશે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે ના મુખારવિંદે દગાવાડિયાના ગામજનોના સહિત દરરોજ 10,000 હજાર થી વધુ શ્રાવકો કથા નું રસપાન કરશે વિજાપુર તાલુકાના દગાવાડીયા પામોલ કામલપુર તાતોસણ રંગાકુઈ કડા ઉબખલ કુકરવાડા ગેરીતા કોલવડા સયાજીનગર સહિત ના આજુબાજુના ગામજનોનું આ કથાનો લાભ લેશે
આ કથા નો લાભ લેવા માટે દૂધસાગર ડેરીના ડિરેક્ટર કનુભાઈ ડાહ્યાભાઈ ચૌધરી પ્રમુખ ગૃપ અને સરોજબેન કનુભાઈ ચૌધરી દીપ કનુભાઈ ચૌધરી અને નેહા કનુભાઈ એ નિમંત્રક પાઠવ્યા છે અનેક રાજકીય અને સામાજીક અગ્રણી ઓની ઉપસ્થિતિમાં સોમવારે બપોરે 3.00 કલાકે જીગ્નેશ દાદા ની ઉપસ્થિતિ માં પોથીયાત્રા નીકળી હતી
આ મહોત્સવમાં નંદ ઉત્સવ અને કૃષ્ણ રુકમણી વિવાહ જેવા પ્રસંગો પણ યોજાશે તખતબેન ડાહ્યાભાઈ અને ડાહ્યાભાઈ હરિભાઈ ની પ્રેરણા થી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે આ સપ્તાહ દરમ્યાન દરરોજ બપોરે 12.00 કલાકે મહાપ્રસાદ નું પણ આયોજન છે 18મી ડિસેમ્બર રાત્રે 8.30 કલાકે લોક સાહિત્યકાર રાજભા ગઢવીના ડાયરા નું આયોજન કરાયું છે અને 20મી એ રાત્રે 8.00 કલાકે દિવ્યા ચૌધરી ગૃપ અને રાહુલના સૂરે રાસ ગરબા ગાવાશે
દગાવાડિયામાં ભાગવત સપ્તાહ પોથીયાત્રા માં સેંકડો લોકો જોડાયા
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.