શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. સુકાંતકુમાર સેનાપતિજીની પ્રેરણાથી તેમજ કુલસચિવશ્રી પ્રો. લલિતકુમાર પટેલજીના માર્ગદર્શનમાં, કેન્દ્રીય સંસ્કૃત
શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. સુકાંતકુમાર સેનાપતિજીની પ્રેરણાથી તેમજ કુલસચિવશ્રી પ્રો. લલિતકુમાર પટેલજીના માર્ગદર્શનમાં, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના આર્થિક સહયોગથી તેમજ જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરના સહકારથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર ખાતે તા.૦૨/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સંકાય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે તારીખ ૦૬/૧૨/૨૦૧૪ ના રોજ જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગરમાં આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ મંત્રોચાર દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ડૉ.અમૃતલાલ ભોગાયાતાજીએ મંચસ્થ મહાનુભાવોનું પરિચયપૂર્વક કાવ્યના માધ્યમથી શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ વૃત્તકથન કર્યું હતું. પાઠશાળા અધ્યાપક મંડળના મંત્રીશ્રી રધુભાઈ જોષીજીએ પોતાના ઉદ્બોધનમાં શ્રી સોમનાથસંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતનો વિકાસ થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.
પાઠશાળા મંડળના અધિકારીશ્રી વસંતરાય તેરૈયાજીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમથી અધ્યાપકો અને છાત્રો કેળવાય છે. તેઓને ઉત્તમ માર્ગદર્શન મળે છે.આ કાર્યક્રમ માટે તેણે વિશ્વવિદ્યાલયના પ્રયત્નની પ્રશંસા કરી હતી. તિરૂપત્તિથી પધારેલા પ્રો. શિવરામ ભટ્ટે પોતાના સારસ્વત પ્રવચનમાં સંસ્કૃતના આ પ્રકારના કાર્યક્રમની અગત્યતા જણાવી હતી. પ્રતિભાગીઓએ પ્રતિભાવકથનમાં આ કાર્યક્રમની સફળતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતે ડૉ.જાનકીશરણ આચાર્યએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના સમાપનસત્રનું સંચાલન ડો. જીગરભાઈ ભટ્ટએ કર્યું હતું. આ પંચદિવસીય કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓમાંથી ૪૭ જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો છે. આ કાર્યક્રમના સંયોજકરૂપે ડૉ.ડી.એમ.મોકરિયા, ડૉ.અમૃતલાલ ભોગાયતા અને ડૉ.જિગરભાઈ ભટ્ટે જવાદારી નિભાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.