૧૩૮ જેતપુર પાવી વિધાનસભા બેઠક ઉપર જોરદાર ચૂંટણી જંગ - At This Time

૧૩૮ જેતપુર પાવી વિધાનસભા બેઠક ઉપર જોરદાર ચૂંટણી જંગ


રિપોર્ટ નિમેષ‌ સોની, ડભોઈ

ભાજપનું પલડું ભારે

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી વિધાનસભા બેઠક ઉપર હાલ પ્રચાર કાર્ય વેગ પકડી રહયું છે. જેમાં કસોકસ સ્પર્ધા જોવા મળી રહી છે અને આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો વચ્ચે જંગ યોજાવાનો છે. આમ, તો મુખ્યત્વે ત્રિપાંખિયો જંગ છે. પરંતુ તેમાં ભાજપનું પલડું ભારે હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

દરેક ચૂંટણીમાં જુદી જુદી પાર્ટીના ઉમેદવાર વિજયી બને છે

છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ઓછા માર્જીનથી હારજીત થાય છે. ૨૦૧૨ માં ભાજપના જયંતી રાઠવા વિજયી બન્યા હતા. જયારે ૨૦૧૭ માં કોંગ્રેસના સુખરામ રાઠવા વિજયી બન્યા હતા. હાલ સુખરામ રાઠવા વિરોધ પક્ષના નેતા છે, જેથી કોંગ્રેસ માટે આ વખતે પ્રતિષ્ઠાનો મુકાબલો છે. પરંતુ જાણવા મળતી હકીકત એ છે, કે મતદારોના કામો થયાં નથી જેથી હાલનાં ધારાસભ્ય પ્રત્યે રોષ જણાઈ રહયો છે. હાલ તો આ વિધાનસભા બેઠક હેઠળ આવતી તમામ જિલ્લા પંચાયતની બેઠકો ભાજપા હસ્તક છે અને તેના વિજયી થયેલા આ સભ્યો જયંતી રાઠવાને વિજયી બનાવવા પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. જેથી આ વખતની ચૂંટણીમાં જયંતી રાઠવાનું પલડું ભારે હોવાનું જણાઈ રહયું છે. આ બેઠક ઉપર રાઠવા મતદારોનું મોટું પ્રભુત્વ છે જે નિર્ણાયક બની રહેતું હોય છે. જયંતી રાઠવાએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓએ ભૂતકાળમાં પણ આ વિસ્તારનાં નાગરિકો માટે ખડેપગે કામ કર્યુ છે, શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ રસ્તાના કામો કરી જન કલ્યાણના કામો અવિરત કર્યા છે. આ વખતની ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આ મત વિસ્તારમાં શિક્ષણની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શિક્ષણ થકી નાગરિકો સુશિક્ષિત બની આગળ વધે તેવા પ્રયત્નો તેઓ કરશે અને વિકાસનાં કામો થકી આ મતવિસ્તારનો સતત વિકાસ થાય તેવા પ્રયત્નો તેઓ સતત કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.